ડભોલી ચાર રસ્તા પર આવેલ માતૃભૂમિ વિદ્યાભવન શાળાના વિદ્યાર્થીઓ માં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો
ડભોલી ચાર રસ્તા પર આવેલ માતૃભૂમિ વિદ્યાભવન શાળાના વિદ્યાર્થીઓ માં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો
કતારગામ વિસ્તારમા ડભોલી ચાર રસ્તા પર આવેલ માતૃભૂમિ વિદ્યાભવન શાળાના સંચાલકશ્રી, આચાર્યશ્રી અને શિક્ષકોની શિસ્તબધ મહેનતના કારણે શાળાના 19 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યા હતા અને શાળાના વિદ્યાર્થીઓ A2 19 પ્રાપ્ત કર્યા હતા અને શાળાનું ઓલોવર રિઝલ્ટ 91% લાવી ને શાળાનું ગૌરવ વધાર્યું છે.સાથોસાથ વિદ્યાભવન ના ટ્રસ્ટી પ્રિન્સીપાલ તેમજ શિક્ષકો દ્વારા તમામ વિદ્યાર્થીઓને મોઢુંમીઠું કરાવી અને ગરબે ઘૂમી ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરી હતી
ગુજરાત બોર્ડનું ધોરણ 10નું 11 મે, 2024ના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતનું 82.57 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સુરત જિલ્લાનું 86.75 ટકા પરિણામ જાહેર કરાયું છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પરિણામમાં 10.03 ટકાનો વધારો થયો છે. આ સાથે જ ગુજરાતમાં સૌથી વધુ સુરતના 4870 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ જાહેર થયેલા ધોરણ 12ના પરિણામમાં સુરત ગુજરાતમાં A1 અને A2 ગ્રેડમાં પ્રથમ હતું.આ વર્ષના પરિણામમાં 10.03 ટકાનો વધારો સુરત જિલ્લાનું 86.75 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેના પગલે સ્કૂલો ખાતે પહોંચેલા વિદ્યાર્થીઓ ખુશીથી ઝૂમી ઊઠ્યા હતા તેમજ માતૃભુમી શાળા ના સંચાલકશ્રી લવજીભાઈ માણીયા એ દરેક વિદ્યાર્થીઓ ને શુભકામનાઓ પાઠવી હતી.