માંડવા ગામે નર્મદા કિનારે ઉમટતો જનમેદનીનો મહેરામણ

માંડવા ગામે નર્મદા કિનારે ઉમટતો જનમેદનીનો મહેરામણ
કુદરતી રિસોર્ટ જેવો અહેસાસ, પણ સુરક્ષા સામે સવાલ
શિનોર તાલુકાના માંડવા ગામે બાવા પ્યારે ની દરગાહ પાસે થી પસાર થતી માં નર્મદામાં સ્નાન માટે હજારો લોકો આવે છે અને કુદરતી રિસોર્ટ નો વિના મૂલ્યે અનુભવ કરે છે.
વડોદરા શહેર થી 55 કિલોમીટર દૂર અને ભરૂચ થી 60 કિલોમીટર દૂર આવેલ શિનોર તાલુકાના માંડવા ગામથી દોઢ કિલોમીટર દૂર આવેલ બાવા પ્યારે ની દરગાહ પાસેથી પસાર થતી માં નર્મદાના નિર્મળ જળમાં સ્નાન કરવા અને મોજ મસ્તી કરવા માટે હજારો લોકો આવી રહ્યા છે, દિવેર મુકામે નર્મદા નદીમાં નાહવા ધોવા માટે જિલ્લા કલેકટર દ્વારા પ્રતિબંધ મુકાતાં હાલ માંડવા ગામે મા નર્મદાના નિર્મળ પાણી કુદરતી વિના મૂલ્યનો રિસોર્ટ બનેલ છે. નદીના ભાઠામાં ઉનાળાની ગરમીમાં રાહત માટે તંબુ ઉભા કર્યા છે. પ્લાસ્ટિકના ફુગ્ગાઓ સહિત રમકડા થી બાળકો ખુશ થાય છે ,ઘોડા તથા ઊંટ ની સવારી નો લાભ લોકો લઈ રહ્યા છે, અને નજીકના ખેતરો વાળા દ્વારા બાઈકો તથા ફોરવીલ ગાડીઓ માટે પેઈડ પાર્કિંગની સુવિધા કરવામાં આવેલ છે. રવિવારના દિવસે દૂર દૂરથી હજારોની સંખ્યામાં લોકો બાળકો સાથે મોજ મસ્તી અને સ્નાન માટે આવે છે અને આ કુદરતી નજારાથી સૌ આનંદિત થાય છે. અગાઉ આ સ્થળે મગરનો ભય હતો પરંતુ હાલ વિશાળ હાજરી વચ્ચે કોઈ ભય દેખાતો નથી.
જોકે બહાર શહેરોમાંથી આવતા લોકો વ્યશનો માટે નશા માટેની દેશી વિદેશી દારૂ જેવી ચીજ વસ્તુઓ જોડે લઈને આવે છે અને જેના કારણે સ્થાનિક વિસ્તારની કન્યાઓની છેડતી થતાં ઝઘડાના પ્રસંગો બનેલા છે. રસ્તા પર આવેલા ખેતરોમાં આંબા ઉપરથી કેરીઓની ચોરી કરીને ઝઘડા નું રૂપ બનેલ છે. તથા નશાની હાલતમાં દિવેર બનતું હતું ,તેવા ડૂબી જવાના બનાવો બનવાની પણ સંભાવના છે. શિનોર પોલીસ આ સ્થળે જાહેર રજા ના દિવસે અને કાયમી ધોરણે પોલીસ બંદોબસ્ત ની વ્યવસ્થા કરે એવી લોકોની માંગ છે, જેથી જાહેર સુલેહ શાંતિનો ભંગ ના થાય. જોકે અત્યાર સુધી ફોરવીલ ગાડી ના કાચ તોડીને ચોરીનો કોઈ બનાવ હજુ સુધી બનેલ નથી.



