શિનોરના ઉતરાજ-દિવેર રોડ પર દીપડાની બિન્દાસ લટાર: કાર ચાલકે કેમેરામાં કેદ કર્યો નજારો, ખેડૂતોમાં ફફડાટ

શિનોરના ઉતરાજ-દિવેર રોડ પર દીપડાની બિન્દાસ લટાર: કાર ચાલકે કેમેરામાં કેદ કર્યો નજારો, ખેડૂતોમાં ફફડાટ

શિનોર તાલુકાના ઉતરાજ થી દિવેર જવાના રસ્તા ઉપર બિન્દાસ રીતે દીપડો હરતો ફરતો જોવામાં આવતાં ખેત મજૂરો તથા આ પંથકના ખેતરના માલિકોમાં ડરનો ભય વ્યાપેલ છે.
તારીખ 24 મે 2026 ની મોડીરાત્રી અને સવારના મળસ્કે ઉતરાજથી દિવેર જઈ રહેલા ફોરવીલના ચાલકે ખેતરમાં બિન્દાસ હરી ફરી રહેલા દીપડાને જોઈ પાડતા ભયની લાગણી વ્યાપી હતી, પરંતુ બંધ કાચ વાળી ગાડી હોવાના કારણે ગાડીની લાઈટ ના પ્રકાશમાં પોતાના મોબાઈલથી હિંમત કરીને ખુલ્લેઆમ ફરતા દીપડાની તસવીરો પાડી લીધી હતી. જેથી વહેલી સવારે ખેતરોમાં કામ અર્થે જતા ખેડૂતો તથા ખેત મજૂરોને સાવચેતી રાખવાની ઘંટડી વાગી શકે. વન વિભાગના આ પંથકના અધિકારી તથા કર્મચારી આ બાબતની સ્થળ તપાસ કરીને જરૂર પડે પીંજરું મુકવાની વ્યવસ્થા કરે, જેથી કોઈ પશુપાલકના પશુઓને દીપડાથી હાનિ ના પહોંચે અને ખેત મજૂરો તથા ખેડૂતોને પણ ભયના ઓથારમાંથી મુક્ત કરી શકાય. વન વિભાગ નું તંત્ર જાગે છે કે કેમ ???? તે સમય બતાવશે. હાલમાં આ પંથકમાં ખેતી ધરાવતા લોકોમાં ભય વ્યાપેલ છે.



