ભારત સરકારની ટેલિકોમ સ્કીલ સેક્ટર કાઉન્સિલ TSSC સાથે અમદાવાદની એક્વાયન્ટ ગ્લોબલે ટેક સ્કીલ ડેવલોપમેન્ટ અંગે કરાર કર્યા
એક્વાએન્ટ ગ્લોબલ ટેક સ્કીલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના સીઇઓ માનવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે,
એક્વાએન્ટ ગ્લોબલ ટેક સ્કીલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડઅને ટી એસ એસ સી, ટી એસએસસી એટલે ટેલિકોમ સ્કીલ સેક્ટર કાઉન્સિલ જે નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ -એન એસ ડી સી ભારત સરકાર, માટે ટેલિકોમ ક્ષેત્રે સ્કિલ ડેવલપમેન્ટ માટે કામ કરે છે. એક્વાએન્ટ ગ્લોબલ ટેક સ્કીલ ઇન્ડિયા અને ટીએસસીસી રાજયમાં સ્કિલ ડેવલપમેન્ટ માટે એમઓયુ કરાર કરવામાં આવ્યા હતા. ગુજરાત સ્તરે આ આખીય કવાયતનો મુખ્ય હેતુ, રાજયમાં ટેલિકોમ સેકટરમાં સ્કિલ ડેવલપમેન્ટ છે, ટેકનોલોજી ખુબ જ ઝડપથી બદલાઇ રહી છે, તેવો સંજોગોમાં જે વિદ્યાર્થીઓ યુનિવર્સીટી -કોલેજમાંથી પાસ આઉટ થાય છે, તે ટેકનોલોજીના રેપીડ ચેન્જ સાથે યોગ્ય રીતે સંબંધ રાખી શકતા નથી,
ઇન્ડસ્ટ્રીને પણ સારી સ્કિલની જરૂર છે અને યુનિવર્સિટીને પણ પ્લેસમેન્ટની જરૂર છે, તો આજે બે વચ્ચેનો ગેપ છે એ પુર્ણ થઈ જાય અને અમે એક બ્રીજ-સેતુ તરીકે કામ કરીએ કે સ્ટુડન્ટને પ્લેસમેન્ટ મળી જાય અને ઇન્ડસ્ટ્રીઝને સારી સ્કીલ ધરાવતું ટેલેન્ટ મળી જાય તે એ ઓબ્જેક્ટિવથી સાથે ભારત સરકારની ટીએસએસસી સાથે આ જોડાણની પહેલ કરી રહ્યા છીએ અને આગળ જતા અમે રાજયમાં 1000 જેટલા વિદ્યાર્થીઓને ટેલિકોમ ફિલ્ડની ટ્રેનિંગ આપીશું અને સાથે સાથે તેઓને પ્લેસમેન્ટ પણ આપવામાં મહત્વની ભુમિકા ભજવીશું.એટલુજ નહીં ટેલિકોમ સેકટરમાં કામગીરી જે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ તે તમામ સ્થળે સરખા છે તો જે સ્ટુડન્ટ આ સ્કિલની અમારી પાસે ટ્રેનિંગ લે છે તે ઇન્ટરનેશનલ સ્તરે પ્લેસમેન્ટ મેળવી શકે છે એની પાસે રાજયમાં અન્ય રાજય અને વિદેશમાં કામ કરવા એમ તમામ ઓપોર્ચ્યુનિટી મળી શકે છે,
અમારી લેબ છે, તેમાં અમે ઓપ્ટિકલ ફાઇબરના કોર્ષ શરુ કરેલા છે જે ઓપ્ટિકલ ફાઇબર માં બેઝિક અને એડવાન્સ કોર્ષ છે તેમાં ટ્રેનિંગ આપી રહ્યા છે, આ કોર્ષમાં અમે રીયલ ટાઇમ ટ્રેનિંગ આપી રહ્યા છીએ, કે જે ઇન્સ્ટ્રુમેન્ટ ફિલ્ડ પર યુઝ થવાના છે ટેલિકોમ સેકટરમાં તે જ ઇન્સ્ટ્રુમેન્ટથી અમે ટ્રેનિંગ આપીએ છીએ,તો એનાથી કેન્ડીડેટ ને એક હેન્ડ-ઓન એક્સપિરીયન્સ મળશે ત્યારે તે ફિલ્ડ પર જશે ત્યારે તે સરપ્રાઈઝ નહી થાય કે મને આ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે મારે શીખવાની જરૂર નહિ પડે એને પ્રેક્ટીકલ નોલેજ હશે તે ઇનસ્ટ્રુમેન્ટ પર કામ કરવાનું.