વ્યાપાર

અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસે EDGE જૂથ સાથે સંરક્ષણ અને સુરક્ષા ક્ષેત્રમાં મહત્વપૂર્ણ કરાર કર્યા

  • અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસે EDGE જૂથ સાથે સંરક્ષણ અને સુરક્ષા ક્ષેત્રમાં મહત્વપૂર્ણ કરાર કર્યા• અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ અને EDGE ગ્રૂપ સંરક્ષણ અને સુરક્ષા ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ કરશે, જેમાં મિસાઈલ, શસ્ત્રો, માનવરહિત પ્લેટફોર્મ્સ અને સાયબર સિસ્ટમ્સ સામેલ છે.
    • સંરક્ષણ ક્ષેત્રમાં તકનીકી પ્રગતિ પર ભાર મૂકતા ભારત, UAE અને વૈશ્વિક બજારોમાં સંશોધન અને વિકાસ સુવિધાઓ સ્થાપવાની સંભાવિત તકો શોધશે
    • અદાણી અને EDGE, ભારત અને UAE વચ્ચે ભાગીદારીના વ્યૂહાત્મક મહત્વને સમજતા દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગને વધુ મજબૂત બનાવશે.

અબુ ધાબી/અમદાવાદ: 11 જૂન 2024 – ભારતની અગ્રણી સંરક્ષણ અને એરોસ્પેસ કંપનીઓમાંની એક અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસે વિશ્વની અગ્રણી અદ્યતન ટેકનોલોજી અને સંરક્ષણ જૂથોમાંની એક UAE સ્થિત EDGE ગ્રૂપ સાથે મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

આ કરારનો ઉદ્દેશ્ય બંને કંપનીઓની સંરક્ષણ અને એરોસ્પેસ ક્ષમતાઓનો લાભ ઉઠાવતા વૈશ્વિક પ્લેટફોર્મની સ્થાપના કરવાનો છે. તેઓ તેમના સંબંધિત ઉત્પાદન પોર્ટફોલિયોને એકસાથે લાવી વૈશ્વિક અને સ્થાનિક ગ્રાહકોની જરૂરિયાતોને પૂરી કરવા સક્ષમ બનશે. જેમાં એરબોર્ન, સરફેસ, પાયદળ, દારૂગોળો અને હવાઈ સંરક્ષણ ઉત્પાદનો, માનવરહિત એરિયલ સિસ્ટમ્સ (UAS), લોટરિંગ મ્યુનિશન, કાઉન્ટર ડ્રોન સિસ્ટમ્સ, માનવરહિત જમીનને આવરી લેતી મિસાઈલ અને હથિયારો સહિત વાહનો (UGV), તેમજ ઇલેક્ટ્રોનિક વોરફેર (EW) અને સાયબર ટેકનોલોજીમાં EDGE અને અદાણીના મુખ્ય ઉત્પાદન ડોમેન્સમાં સહકારનું મૂલ્યાંકન શામેલ છે.

આ કરાર ભારત અને UAEમાં R&D સુવિધાઓની સ્થાપનાનું અન્વેષણ કરશે; સંરક્ષણ અને એરોસ્પેસ સોલ્યુશન્સના વિકાસ, ઉત્પાદન અને જાળવણી સુવિધાઓની સ્થાપના માત્ર બે કેપ્ટિવ બજારોને જ નહીં, પરંતુ દક્ષિણપૂર્વ એશિયાઈ અને વ્યાપક વૈશ્વિક બજારોને પણ સેવા આપશે.

અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસના CEO આશિષ રાજવંશીએ જણાવ્યું હતું કે, “અમારો સહયોગ સંરક્ષણ ક્ષમતાઓને વધારી એક નવા યુગની શરૂઆત કરશે, જે ટેક્નોલોજીકલ કૌશલ્યને આગળ વધારવા તેમજ ભારત અને UAE વચ્ચે દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગને પ્રોત્સાહન આપવા અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ કરાર માત્ર બે દેશો માટે અત્યાધુનિક ઉકેલો જ નહીં પરંતુ વૈશ્વિક સંરક્ષણ લેન્ડસ્કેપમાં નવા માપદંડો સ્થાપિત કરીને આપણા રાષ્ટ્રની ક્ષમતાઓને મજબૂત કરવાના અમારા સહિયારા વિઝનનું પ્રતિબિંબ છે.”

Edge ગ્રુપના મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર હમાદ અલ મારરે જણાવ્યું હતું કે: “અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ સાથેનો અમારો કરાર, ભારતના સંરક્ષણ ઉદ્યોગમાં અમારા સંબંધોને મજબૂત કરવા અને UAE-ભારત સૈન્ય સંબંધોને આગળ વધારતી પરસ્પર પ્રતિબદ્ધતાને રેખાંકિત કરતા મહત્વપૂર્ણ સીમાચિહ્ન સમાન છે. આ કરાર અમારા ગ્રાહકોને સૌથી અદ્યતન અને અત્યાધુનિક ઉત્પાદનો બજારમાં લાવવાના અમારા સમર્પણને પ્રતિબિંબિત કરે છે. અમે અદાણી ડિફેન્સ અને Edge વચ્ચે સંયુક્ત પ્લેટફોર્મ સેટ કરવા આતુર છીએ. આ કરારથી અદ્યતન સૈન્ય સાધનો અને સંરક્ષણ ક્ષેત્રે નવી ટેક્નોલોજી અને નવા ધોરણો સ્થાપિત થશે.
અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ સાથેનો કરાર ભારતના સંરક્ષણ ઉદ્યોગ માટે માટે EDGE ની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button