વ્યાપાર

ફ્રેન્કલિન ઈન્ડિયા ડિવિડન્ડ યીલ્ડ ફંડે 20 વર્ષની સફળ યાત્રા પૂર્ણ કરી, એયુએમ રૂ. 2,300 કરોડને પાર થઈ

ફ્રેન્કલિન ઈન્ડિયા ડિવિડન્ડ યીલ્ડ ફંડે 20 વર્ષની સફળ યાત્રા પૂર્ણ કરી, એયુએમ રૂ. 2,300 કરોડને પાર થઈ
લાંબા ગાળાની ડિવિડન્ડ યીલ્ડ વ્યૂહરચનાએ બજારના વિવિધ ચક્રોમાં રોકાણકારો માટે સતત સંપત્તિ સર્જન કર્યું
મુંબઈ : ફ્રેન્કલિન ટેમ્પલ્ટન મ્યુચ્યુઅલ ફંડ દ્વારા મેનેજ્ડ ફ્રેન્કલિન ઈન્ડિયા ડિવિડન્ડ યીલ્ડ ફંડે (જે અગાઉ ટેમ્પલટન ઈન્ડિયા ઇક્વિટી ઇન્કમ ફંડ તરીકે ઓળખાતું હતું) રોકાણકારો માટે સંપત્તિ સર્જનની પોતાની 20 વર્ષની યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ સાથે ફંડે વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે, જેમાં તેની એસેટ્સ અંડર મેનેજમેન્ટ (એયુએમ) રૂ. 2,300 કરોડને પાર કરી ગઈ છે.
ડિવિડન્ડ યીલ્ડ આધારિત ઇક્વિટી રોકાણ વ્યૂહરચનાને અનુસરતું આ ફંડ લાંબા ગાળાના અનેક સમયગાળામાં તેના બેન્ચમાર્ક કરતાં વધુ સારું પ્રદર્શન કરવામાં સફળ રહ્યું છે. તેમાં છેલ્લા 15 વર્ષનો સમયગાળો તેમજ ફંડની શરૂઆતથી અત્યાર સુધીનો સમયગાળો સામેલ છે. આ સમયગાળામાં ફંડે નિફ્ટી ડિવિડન્ડ ઓપોર્ચ્યુનિટીઝ 50 ઇન્ડેક્સની સરખામણીએ વધુ સારું વળતર આપ્યું છે.
આ ફંડ મુખ્યત્વે એવી કંપનીઓમાં રોકાણ કરે છે જે તુલનાત્મક રીતે વધુ ડિવિડન્ડ યીલ્ડ આપે છે. તેનું લક્ષ્ય બજારના વિવિધ ચક્રોમાં વધુ સારા રિસ્ક-એડજસ્ટેડ રિટર્ન્સ મેળવવાનું છે. જો કોઈ રોકાણકારે ફંડની શરૂઆત વખતે રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોત, તો તે 30 એપ્રિલ, 2026 સુધીમાં લગભગ 13 ગણું વધીને અંદાજે રૂ. 13.60 લાખ થયું હોત, જે 13.97 ટકાનો કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ (સીએજીઆર) જેટલું થાય છે. તેની સામે, નિફ્ટી 500 ટીઆરઆઈમાં કરાયેલું સમાન રોકાણ આ જ સમયગાળા દરમિયાન અંદાજે રૂ. 10.3 લાખ સુધી પહોંચ્યું હોત, જેનો સીએજીઆર 12.39 ટકા રહ્યો હોત. આ સ્કીમ નિયમિત અને શિસ્તબદ્ધ રોકાણના ફાયદા પણ દર્શાવે છે. જો ફંડની શરૂઆતથી દર મહિને રૂ. 10,000ની એસઆઈપી કરવામાં આવી હોત, તો એપ્રિલ 2026ના અંત સુધીમાં તે રકમ રૂ. 1.2 કરોડથી વધુ થઈ હોત.
ફંડના 20 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ફ્રેન્કલિન ઈન્ડિયા ડિવિડન્ડ યીલ્ડ ફંડના પોર્ટફોલિયો મેનેજર રાજસા કાકુલાવરાપુએ જણાવ્યું હતું કે, “આ ફંડનો હેતુ બજારના વિવિધ ચક્રોમાં મૂડીને સતત વધારવાનો અને ઘટાડાના જોખમ સામે રક્ષણ આપવાનો છે. તે માટે ફંડ એવી કંપનીઓની પસંદગી કરે છે જે નિયમિત અને વધુને વધુ ડિવિડન્ડ ચૂકવવાનો સારો ઇતિહાસ ધરાવે છે. આવી કંપનીઓ ઘણી વખત આકર્ષક મૂલ્યાંકન પર ઉપલબ્ધ હોય છે અને ભવિષ્યમાં તેમની કિંમતમાં વધુ વધારો થવાની સંભાવના પણ રહેતી હોય છે.”
ફંડની રોકાણ વ્યૂહરચનામાં નીચેના મુખ્ય મુદ્દાઓનો સમાવેશ થાય છે: ડિવિડન્ડ યીલ્ડ આધારિત શેરોની પસંદગી, વિવિધ ક્ષેત્રો અને માર્કેટ કેપિટલાઇઝેશનમાં ડાયવર્સિફિકેશન, પસંદગીયુક્ત આંતરરાષ્ટ્રીય ઇક્વિટીમાં રોકાણ, નિયમિત આવક મેળવવા માટે તક મળે ત્યારે REITમાં રોકાણ.
ફંડ વિવિધ ક્ષેત્રોના 50થી ઓછા શેર્સમાં ડાયવર્સિફાઇડ પોર્ટફોલિયો જાળવે છે. તેમાં મુખ્યત્વે નીચેના ક્ષેત્રોનો સમાવેશ થાય છે: બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસીસ, પાવર અને એનર્જી, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, એફએમસીજી, એરોસ્પેસ અને ડિફેન્સ, ઓટોમોબાઇલ્સ, ટેલિકોમ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઇલ અને ગેસ.
ઇન્ટરનેશનલ ડાયવર્સિફિકેશન પોર્ટફોલિયોની સ્થિતિસ્થાપકતાને વધારે છે
ફંડ તેના પોર્ટફોલિયોના એક ભાગનું રોકાણ આંતરરાષ્ટ્રીય ઇક્વિટીમાં પણ કરે છે, જેના કારણે વિવિધ દેશો, રોકાણના વિચારો અને વેલ્યુએશનની તકોનો લાભ મળે છે. વિદેશી રોકાણ માટે ફંડ ફ્રેન્કલિન ટેમ્પલનની વૈશ્વિક સંશોધન ક્ષમતાનો ઉપયોગ કરે છે, જે મૂલ્ય આધારિત રોકાણ અભિગમ માટે જાણીતી છે. એપ્રિલ 2026 સુધીમાં ફંડનું અંદાજે 8 ટકા રોકાણ આંતરરાષ્ટ્રીય ઇક્વિટીમાં હતું, જેમાં અમેરિકા, દક્ષિણ કોરિયા અને તાઇવાન જેવા બજારોનો સમાવેશ થાય છે.
વિવિધ માર્કેટ કેપ શ્રેણીઓમાં ડાયનેમિક એલોકેશન
ફંડ વિવિધ માર્કેટ કેપિટલાઇઝેશનમાં ડાયનેમિકલી રોકાણ ફાળવે છે, જોકે તેનો મુખ્ય ભાર લાર્જ-કેપ કંપનીઓ પર રહે છે. છેલ્લા 12 મહિનામાં પોર્ટફોલિયોની સરેરાશ ફાળવણી નીચે મુજબ રહી હતી: 54 ટકા લાર્જ-કેપ સ્ટોક્સ, 11 ટકા મીડ-કેપ સ્ટોક્સ, 13 ટકા સ્મોલ-કેપ સ્ટોક્સ. ફંડે એપ્રિલ 2026 સુધીમાં ચાર લિસ્ટેડ રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ્સ (REITs)માં 9 ટકાથી વધુ ફાળવણી કરી હતી.
વ્યાપક બજારોની સરખામણીએ વથુ ઉચ્ચ ડિવિડન્ડ યીલ્ડ
છેલ્લા 12 મહિનામાં ફંડના પોર્ટફોલિયોએ સરેરાશ 2.71 ટકાનું ડિવિડન્ડ યીલ્ડ આપ્યું હતું, જે નિફ્ટી 500 ઇન્ડેક્સના 1.17 ટકાની ડિવિડન્ડ યીલ્ડ કરતાં નોંધપાત્ર રીતે વધુ છે. ભારતમાં ડિવિડન્ડ આધારિત રોકાણની થીમ સતત લોકપ્રિય બની રહી છે, કારણ કે રોકાણકારો લાંબા ગાળાની મૂડી વૃદ્ધિ, પોર્ટફોલિયોની સ્થિરતા અને નિયમિત આવકની સંભાવનાનું સંયોજન શોધી રહ્યા છે. આ પરિસ્થિતિમાં ફ્રેન્કલિન ઈન્ડિયા ડિવિડન્ડ યીલ્ડ ફંડ રોકાણકારોને વિવિધ ક્ષેત્રો, વિવિધ માર્કેટ કેપ શ્રેણીઓ અને વિવિધ દેશોમાં ફેલાયેલા ડિવિડન્ડ ચૂકવનારા વ્યવસાયોમાં રોકાણ કરવાની તક આપે છે. તેથી વૃદ્ધિ, આવકની સ્પષ્ટતા અને પોર્ટફોલિયો ડાયવર્સિફિકેશનનું સંતુલિત સંયોજન ઇચ્છતા રોકાણકારો માટે તે લાંબા ગાળાનો એક સંભવિત રોકાણ વિકલ્પ બની શકે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button