ભારતભરમાં શિક્ષણ મંદિર નિર્માણ હેતુ 2000 કરોડનો ફાળો આપતું અદાણી ગ્રુપ

ભારતભરમાં શિક્ષણ મંદિર નિર્માણ હેતુ 2000 કરોડનો ફાળો આપતું અદાણી ગ્રુપ
અમદાવાદ: દેશભરમાં શિક્ષણ મંદિરોનું નિર્માણ કરવા માટે અદાણી ફાઉન્ડેશને ખાનગી K-12 શિક્ષણ ક્ષેત્રની અગ્રણી જીઇએમએસ એજ્યુકેશન સાથે સહયોગ કર્યો છે. અદાણી પરિવાર તરફથી રુ. 2,000 કરોડની સહાય સમાજના તમામ વર્ગના લોકોને પરવડે તેવા વિશ્વ-સ્તરના શિક્ષણ અને જ્ઞાન સરીતા વહેતી મૂકવાને પ્રાધાન્ય આપશે. ફાઉન્ડેશન એ ભારતમાં સૌથી મોટો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પોર્ટફોલિયો ધરાવતા અદાણી સમૂહની કોર્પોરેટ જવાબદારી અદા કરવાનું એક મજબૂત અંગ છે.
ચેરમેન ગૌતમ અદાણીની सेवा साधना है, सेवा प्रार्थना है और सेवा ही परमात्मा है,ની ફિલસૂફીને અનુરુપ આ ભાગીદારી નૂતન અને શિક્ષણની યોગ્યતા વિકસાવવા શ્રેષ્ઠ કક્ષાની સંશોધન સંસ્થાઓને પણ આપશે. સૌથી પહેલી ‘અદાણી જેમ્સ સ્કૂલ ઓફ એક્સેલન્સ’ 2025-26ના શૈક્ષણિક વર્ષમાં લખનૌમાં અસ્તિત્વમાં આવશે. ત્યારબાદ આગામી ત્રણ વર્ષમાં K-12 ક્ષેત્રમાં ભારતના પ્રાથમિક મેટ્રોપોલિટન શહેરો અને પછીથી ટાયર II થી IV શહેરોમાં આ પ્રકારની ઓછામાં ઓછી 20 શાળાઓ પ્રસ્થાપિત કરવામાં આવશે.
CBSE અભ્યાસક્રમ સાથેની આ શાળાઓમાં 30% બેઠકો શિક્ષણથી વંચિત અને લાયક બાળકો માટે નિશૂલ્ક રહેશે. સમગ્ર ભારતમાં પથરાયેલા અદાણી સમૂહના પ્રકલ્પો સાથેની વ્યાપક માળખાગત ક્ષમતાઓ ભારતના વિદ્યાર્થીઓ માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ હાથવગું,સસ્તું અને એક ટકાઉ મોડેલ વિકસાવવાની યોજના છે.
GEMS એજ્યુકેશનના સ્થાપક અને ચેરમેન સન્ની વારકેએ આ પ્રસંગે જણાવ્યું હતું કે અમારી દ્રષ્ટિ હંમેશાં શીખનાર દરેકને તેમની સામાજિક આર્થિક પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના ગુણવત્તાયુક્ત શિક્ષણને સુલભ બનાવવાની રહી છે. અદાણી ફાઉન્ડેશન સાથેનો આ સહયોગ અમારી વૈશ્વિક શૈક્ષણિક કુશળતા ભારતના વિવિધ પ્રદેશોમાં શીખનારાઓ અને શિક્ષકોને લાવવા માટે અમારી પહોંચ અને પ્રભાવને વિસ્તૃત કરવા માટે અમોને તાકાતવાન બનાવશે.