કૃષિ
વરસાદની આગાહીના પગલે તકેદારીના પગલાઓ લેવા અનુરોધઃ
વરસાદની આગાહીના પગલે તકેદારીના પગલાઓ લેવા અનુરોધઃ
—-
સુરતઃસોમવારઃ- છેલ્લા બેથી ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળેલ છે. તેમજ Imd ફોરકાસ્ટ અનુસાર આગામી ૩ કલાકમાં રાજ્યમાં વિવિધ જગ્યાએ વીજળી અને વંટોળ સાથે હળવા થી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ આગામી ૨-૩ દિવસ વરસાદની આગાહી છે. જે અંતર્ગત તા.13/05/2024 ના રોજ માન.અધિક મુખ્ય સચિવની અધ્યક્ષતામાં વિડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં ફોરકાસ્ટ અનુસાર જિલ્લામાં સાવચેતીના તમામ જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. જેમ કે ગ્રામ્ય કક્ષાએ ઢોર ઢાંખર ખુલ્લામાં ન રાખવા, અનાજ પુરવઠો ખુલ્લામાં ન રાખવા, વીજળી પડવાની સંભાવના હોય જરૂરી સાવચેતી રાખવી. જેથી તકેદારીના ભાગરૂપે સાવચેતીના પગલા લેવા જણાવાયું