સ્પોર્ટ્સ
ટીમ ઇન્ડિયાને હરાવી ન્યૂઝીલેન્ડે 69 વર્ષ બાદ ટેસ્ટ સિરીઝ જીતી

ટીમ ઇન્ડિયાને હરાવી ન્યૂઝીલેન્ડે 69 વર્ષ બાદ ટેસ્ટ સિરીઝ જીતી
પુણે: ડાબા હાથના સ્પિનર મિચેલ સેન્ટનર (106 રનમાં 6 વિકેટ)ની ઘાતક બોલિંગને કારણે ન્યૂઝીલેન્ડે શનિવારે બીજી ટેસ્ટના ત્રીજા દિવસે ભારતને 113 રનથી હરાવ્યું અને શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી. – ભારતીય ધરતી પર આ તેની પ્રથમ શ્રેણી જીત છે. ભારતને 359 રનનો ટાર્ગેટ મળ્યો હતો પરંતુ ભારતીય ટીમ 60.2 ઓવરમાં 245 રન પર સમેટાઈ ગઈ હતી. ભારતીય ટીમ 2011-12 બાદ પ્રથમ વખત ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી હારી છે.
શરમજનક હાર બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું- તેઓ અમારા કરતા વધુ સારા રમ્યા. અમે કેટલીક તકોનો લાભ લેવામાં નિષ્ફળ ગયા. અમે તે પડકારોનો જવાબ આપવામાં નિષ્ફળ ગયા.