ફરી પાછો દેશ 20 વરસ પાછળ ધકેલાઈ જશે
ફરી પાછો દેશ 20 વરસ પાછળ ધકેલાઈ જશે
ફરી એક વખત 8 નવેમ્બર 2016નું પુરાવર્તન થયુ છે ફરી એક વખત અચાનક અવિચારી કસમયનું પગલું ભરવામાં આવ્યું છે 2016ની નોટબંધી લાગેલા ફટકાની કળ હજુ વળી નથી ત્યાં બીજો કરપીણ ફટકો મારવામાં આવ્યો છે નોટબંધીથી નાના નાના લઘુઉધોગ બંધ થઈ ગયા છે હસ્તકલા એમબ્રોડરી ટીકડી ભરતકામ આરીવર્ક જેવા સેંકડોને રોજગારી આપતા કામોને મરણોતલ ફટકો પડયો હતો .
નકલી નોટો તરત જ બજારમાં આવી ગઈ હતી આતંકીઓના નેટવર્કને જરા પણ ફરક પડ્યો નહીં કાળું નાણું પહેલા કરતા વધારે થયું છે 85 કરોડ શ્રમિકો મજૂરો મધ્યમવર્ગની આર્થિક હાલત ખરાબ થઈ ગઈ હતી કેટલા વખત સુધી માર્કેટોમાં સન્નાટો હતો પાછા એવા દિવસો આવી ગયા છે
અચાનક આખો દેશ મંગળવારથી આટલી બધી ગરમીમાં લાઈનમાં દેખાશે કેટલી ગાળાગાળી થશે મારામારી થશે ગયા વખતે લાઈનમાં 100 કરતા વધારે વ્યક્તિઓના મોત થયા હતા હજુ સુધી 16000 હજાર કરોડની રકમ પાછી આવી નથી
એક વખતમાં 20000 રૂપિયા બદલી શકાશે એનો મતલબ તમારી પાસે 2000 ની જેટલી નોટો હશે એટલી વાર લાઇનમાં મરવું પડશે. કોઈ આરો ઓવારો નથી છૂટકો નથી
માંડ માંડ વેપાર રોજગાર ચાલુ થયા છે બજારમાં ચહલપહલ નથી ત્યાં આ ફટકો બહુ નુકસાન કરશે બધાની હાલત ખરાબ કરી નાખશે આર્થિક અસરો બહુ લાંબા સમય સુધી દેખાશે દેશ બીજા 20 વરસ પાછળ ધકેલાઈ ગયો
નોટબંધી વખતે જ 300 /400 ની જગ્યા પર 2000ની નોટ કાઢવાનો ફટીચર આઈડિયા આપનાર 5000 ની નોટ બહાર પાડવાનો આઈડિયા ના આપે તો જ નવાઈ
દેશ અને 141 ભારતીયો પહેલી ઓક્ટોબર સુધી ઉચાટભર્યા ચિંતાભર્યા દિવસ રાતમાં જીવશે
લાગે છે કે આપણા કામધંધા વેપાર રોજગારને કોઈની નજર લાગી ગઈ છે સરખી રીતે કોઇ કઈ ચાલવા દેતું જ નથી આટલી મોંઘવારીમાં સાંજના છેડે બે છેડા ભેગા કેમ કરવા ?