ક્રાઇમ

વારંવાર દારૂના ગુનામાં પકડાતા ઈસમને પાસાહેઠળ અટકાયત કરી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે ભેગો કરાયો

વારંવાર દારૂના ગુનામાં પકડાતા ઈસમને પાસાહેઠળ અટકાયત કરી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે ભેગો કરાયો

ડભોઈઃ પોલીસ બેડા ના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જિલ્લામાં દારૂ જુગારની ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિઓને નેસ્ત નાબૂદ કરવા તેમજ દારૂ બંધીનું અમલ કરવા દીસા સૂચનો આપેલ છે. જેને લઇ ડભોઇ પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરી પ્રોહિબિસન ના ગણના પાત્ર ગુનાઓ શોધી કાઢવામાં સફળતા પ્રાપ્ત કરી રહી છે.તેવામાં જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ વડોદરા ના ઓએ મજકુર દિવ્યાંગભાઈ શૈલેષભાઈ પાટણવાડીયા ઉંમર વર્ષ 23 રહે શિરોલા ગામ તાલુકો ડભોઇ જિલ્લા વડોદરાના
ઓને પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવા તેઓની કચેરીના હુકમ અનુસંધાને હુકમ કરેલ હોય જે હુકમ અન્યવયે ડભોઇ એલસીબી પોલીસ દ્વારા ડભોઇ પોલીસ સ્ટેશન વિસ્તારના શિરોલા ગામ પાસે ખાનગી વાહનમાં પેટ્રોલિંગ હાથ ધરી હતી પેટ્રોલિંગ દરમિયાન મજકુર ઈસમને શીરોલા ગામના પાટીયા પાસેથી હસ્તગત કરી પકડી પાડવામાં આવ્યો હતો જેને પાસા હુકમની બજવણી કરી રાજકોટની મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button