કારકિર્દી
અમેઝિંગ ફન વર્લ્ડ દ્વારકાને ‘ગુજરાતના બેસ્ટ થીમ પાર્ક ‘નો પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
વી ટીવી ન્યૂઝ ચેનલ તથા ટોપ એફ એમ દ્વારા સમાજમાં ઉત્તમ કામ કરનાર, સેવા પ્રદાન કરનાર વ્યક્તિ / સંસ્થાને એવોર્ડ એનાયત કરી સન્માન કરવાનો સમારોહ સેવન સીઝન્સ રીસોર્ટમાં યોજાયો હતો.
જેમાં હાલારના સુપ્રસિધ્ધ અમેઝિંગ ફન વર્લ્ડ દ્વારકાને ‘ગુજરાતના બેસ્ટ થીમ પાર્ક ‘નો પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
‘અમેઝિંગ ફન વર્લ્ડ દ્વારકા’ના જસ્મીનભાઇ પટેલ ને રાજ્યમંત્રી મુળુભાઈ બેરા અને ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી ના હસ્તે એવોર્ડ એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું.
આ સમારોહમાં અલગ-અલગ કેટેગરીમાં કુલ ૪ર વ્યક્તિ / સંસ્થાઓનું એવોર્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.