શહેરમાં ‘નો ડ્રોન ફ્લાય ઝોન’ અંગે પોલીસ કમિશનરનું જાહેરનામું

સુરત:ગુરુવાર: આગામી તા.૧૭/૧૨/૨૦૨૩ના રોજ સુરત શહેર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત મહાનુભાવોની આવનાર હોવાથી તેઓની સુરક્ષા તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુથી પોલીસ કમિશનરશ્રી અજયકુમાર તોમરે એક જાહેરનામા દ્વારા કેટલાક પ્રતિબંધો ફરમાવ્યા છે. જે અનુસાર ડાયમંડ બુર્સ, ખજોડ ચોકડી તથા સુરત એરપોર્ટની આજુબાજુના ૨ કિમી સુધીના વિસ્તારમાં રીમોટ કન્ટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન (DRONE), ક્વાડ કોપ્ટર (QUADCOPTER), પાવર્ડ એરક્રાફ્ટ (POWERED AIRCRAFT) તેમજ માનવ સંચાલિત માઇક્રો લાઇટ એરક્રાફ્ટ (MICROLIGHT AIRCRAFT), હૅગ ગ્લાઇડર, પેરાગ્લાઇડર (HANG GLIDER/PARA GLIDER), પેરા મોટર (PARA MOTOR), તેમજ હોટ એર બલુન (HOT AIR BALLOONS) તથા પેરા જમ્પીંગ (PARA JUMPING) ચલાવવાની કરવાની મનાઇ ફરમાવું છું. તેમજ પોલીસ વિભાગ અને સુરક્ષાબળો ઉપરોક્ત સંસાધનોનો ઉપયોગ કરી શકે છે. આ હુકમ તા.૧૬/૧૨/૨૦૨૩ થી તા.૧૮/૧૨/૨૦૨૩ સુધી અમલમાં રહેશે અને તેનો ભંગ કરનાર સજાને પાત્ર ગણાશે.