ભારતીય બૌદ્ધ મહાસભા ગુજરાત પ્રદેશ દક્ષિણ શાખા દ્વારા કાર્યકર્તા શિબિર 22મી તારીખે યોજાશે

ભારતીય બૌદ્ધ મહાસભા ગુજરાત પ્રદેશ દક્ષિણ શાખા દ્વારા કાર્યકર્તા શિબિર 22મી તારીખે યોજાશે
ડૉ. બાબાસાહેબ અંબેડકરના પ્રપૌત્ર ડૉ. ભીમરાવ યશવંત અંબેડકર મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે
સુરત । ધ બુદ્ધિશ્ટ સોસાયટી ઓફ ઈન્ડિયા ની શાખા ભારતીય બૌદ્ધ મહાસભા ગુજરાત પ્રદેશ દક્ષિણ વિભાગ દ્વારા 22મી સપ્ટેમ્બર સોમવારના રોજ સવારે 12 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી કાર્યકર્તા શિબિરનું આયોજન કરવામાં આવશે. ભારતીય બૌદ્ધ મહાસભા ગુજરાત પ્રદેશ દક્ષિણ વિભાગના ઉપાધ્યક્ષ અને સંસ્કાર વિભાગના પ્રમુખ શેષરાવ ખરાત ઉર્ફે જિનપ્રિય બૌદ્ધે જણાવ્યું કે આ ભવ્ય અને દિવ્ય કાર્યકર્તા શિબિરમાં ભારતીય બૌદ્ધ મહાસભાના રાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ ડૉ. ભીમરાવ યશવંત અંબેડકર અને ભારતીય બૌદ્ધ મહાસભાના રાષ્ટ્રીય ટ્રસ્ટી ચેરમેન ડૉ. હરિશ રાવલિયા મુખ્ય અતિથિ તરીકે ખાસ હાજરી આપશે.
આ કાર્યકર્તા શિબિર ભટાર ટેનામેન્ટ પાસે મ્યુનિસિપલ કોમ્યુનિટી હોલમાં યોજાશે. શિબિરના સમાપન બાદ સ્વાદિષ્ટ ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
આજે ગુરૂવારે ભટાર અંબેડકર નગર સ્થિત ભીમ જ્યોત બૌદ્ધ વિહાર ખાતે કાર્યક્રમ માટે થયેલી બેઠકમાં ભારતીય બૌદ્ધ મહાસભાના સુરત જિલ્લા અધ્યક્ષ છબીલદાસ જાધવ, ભટૂ સિરસાઠ, જયરાજ પેણ્ધારકર, શંકર ગવલે, અભિમાં કુંવર, અશોક સિરસાઠ, સુનિલ નિકુમ, અશોક નનાવરે, રાહુલ પેણ્ધારકર, બંટિ બૈસાને તથા અન્ય ઉપસ્થિત રહ્યા હતા.



