સ્પોર્ટ્સ
નવયુગ કોમર્સ કોલેજના ખેલાડીઓની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ટેકવોન્ડો સ્પર્ધામાં રાષ્ટ્રીય કક્ષાએ સિધ્ધી

નવયુગ કોમર્સ કોલેજના ખેલાડીઓની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ટેકવોન્ડો સ્પર્ધામાં રાષ્ટ્રીય કક્ષાએ સિધ્ધી
સુરતઃ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની આંતર કોલેજ ટેકવોન્ડો બહેનોની સ્પર્ધા શ્રી.જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, ભરુચમાં યોજાય હતી, આ સ્પર્ધામાં નવયુગ કોમર્સ કોલેજના ખેલાડી (૧)કું.હર્મી બીપીનભાઇ ઝડફિયા ૬૨કિ.ગ્રામ. ગ્રુપમાં પ્રથમ ક્રમે આવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો. (૨)કું.હિરલ રવીભાઇ પાટીલ ૭૫કિ.ગ્રા. ગ્રુપમાં પ્રથમ ક્રમે આવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો. તેમજ આ ખેલાડીઓ ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટીની ટીમમાં પસંદગી પામી સાઉથ-વેસ્ટ ઝોન જે.જે.ટી.યુનિવર્સિટી ઝુન્ઝુનૂં રાજસ્થાનમાં રમવા ગયા હતા.આ ખેલાડીઓને કોલેજના આચાર્યશ્રી. વિનોદભાઇ એન. પટેલ તથા શારિરીક શિક્ષણના આશિ.પ્રો.શ્રી.છગનભાઇ અસારિયા આશિ.પ્રો.ડો.બ્રિજેશભાઇ એસ. પટેલ તેમજ કોલેજ પરિવારે ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા.