વ્યાપાર

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પ્લેટિનમ હોલમાં‘ઇ–કોમર્સ પ્રિન્યોર ૧.૦’થીમ પર સેમિનાર યોજાયો

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પ્લેટિનમ હોલમાંકોમર્સ પ્રિન્યોર ૧.૦થીમ પર સેમિનાર યોજાયો

 

સુરતના સાત ઉદ્યોગ સાહસિકોએ ઇકોમર્સ બિઝનેસમાં આવતી મુશ્કેલી, તેનું નિરાકરણ અને તેમાં સફળતા મેળવવા માટે યુવાઓને માર્ગદર્શન આપ્યું

 

કોમર્સના બિઝનેસમાં દ્રાષ્ટિક બદલાવ આવ્યો છે ત્યારે પ્રોડકટ કવોલિટી, ટીમ વર્ક, પ્રોડકટ એકસપાન્શન, જીઓગ્રાફિકલ એકસપાન્શન, કસ્ટમર એકસપિરિયન્સ, રિટર્ન અને રિકન્સીલેશન પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે : ઇકોમર્સ ઉદ્યોગ સાહસિકો

 

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા બુધવાર, તા. ૦૬ માર્ચ ર૦ર૪ના રોજ સાંજે ૦પઃ૦૦ કલાકે, પ્લેટિનમ હોલ, સરસાણા, સુરત ખાતે  ‘ઈકોમર્સ પ્રિન્યોર ૧.૦થીમ પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઈકોમર્સ ક્ષેત્રે સફળ ઉદ્યોગકાર એવા એપલ ગૃપના ફાઉન્ડર દીપક શેટા, લીમ્બુડી ફેશનના ફાઉન્ડર હિરેન લાઠિયા, એવીમી હર્બલના ચેરમેન સિદ્ધાંત અગ્રવાલ, ઇઝી કોમના સીઇઓ પુનિત ગુપ્તા, કેશ્વી ફેશન એલએલપીના ચેરમેન શ્રીકાંત ચાંડક, અલ્પિનો હેલ્થ ફૂડ્‌સના કોફાઉન્ડર ચેતન કાનાણી અને ચીપરઝોન ઈકોમ એલએલપીના ફાઉન્ડર નિરવ નાકરાણીએ સુરતના ઉદ્યોગ સાહસિકો તેમજ યુવાઓને ઈકોમર્સ ક્ષેત્રે સફળતાના વિવિધ સિદ્ધાંતો વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ સેમિનારમાં સર્વેને આવકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં રોજની ૧ લાખ જેટલી ઇકોમર્સ વેબસાઇટ લોન્ચ થાય છે. ભારતમાં ઇકોમર્સ માર્કેટની સાઇઝ ૧૧૩ બિલિયન યુએસ ડોલરની છે. ભારતનું ઇકોમર્સ માર્કેટ વાર્ષિક ધોરણે ર૧.પ ટકા કમ્પાઉન્ડેડ એન્યુઅલ ગ્રોથ રેટના દરે વધે છે, આથી ભારતમાં ઇકોમર્સ માર્કેટની સાઇઝ વર્ષ ર૦૩૦ સુધીમાં ૩૦૦ બિલિયન યુએસ ડોલરને આંબી જાય તેવી શકયતાઓ છે. ભારતની કુલ વસતીમાંથી ૧૦.૭ ટકા વસતી ઓનલાઇન ખરીદી કરી રહી છે, આથી ઇકોમર્સ બિઝનેસમાં ઉદ્યોગ સાહસિકો અને યુવાઓને ખૂબ જ વિશાળ તકો રહેલી છે.

ભારતને વિશ્વનું ઇકોનોમિક પાવર હાઉસ બનાવવા માટે એક્ષ્પોર્ટમાં વધારો કરવો પડશે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ર૦ર૭ સુધીમાં ભારતને પ ટ્રિલિયન યુએસ ડોલરની ઇકોનોમી બનાવવાનો સંકલ્પ લીધો છે અને દેશના ઉદ્યોગકારોને ૧ ટ્રિલિયન યુએસ ડોલરનું એક્ષ્પોર્ટ કરવા માટેનો ટારગેટ આપ્યો છે. જેને પગલે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત, ગુજરાત રિજીયન અને દેશભરમાંથી એક્ષ્પોર્ટને વધારવા માટેનું વિઝન હાથ ધર્યું છે.

મિશન ૮૪ અંતર્ગત દેશના ૮૪૦૦૦ ઉદ્યોગ સાહસિકો, વિશ્વના જુદાજુદા દેશોના ૮૪૦૦૦ બિઝનેસમેનો, ભારતની ૮૪ ચેમ્બર ઓફ કોમર્સ ઉપરાંત અન્ય દેશોની ૮૪ ચેમ્બર ઓફ કોમર્સ તથા ભારતમાં કાર્યરત અન્ય દેશોના ૮૪ કોન્સુલ જનરલો અને વિશ્વના જુદાજુદા દેશોમાં કાર્યરત ૮૪ ભારતના રાજદૂતો તેમજ ભારતીય દૂતાવાસના ઉચ્ચ અધિકારીઓ, એક્ષ્પોર્ટના નિષ્ણાંતોને જોડવામાં આવી રહયા છે. મિશન ૮૪ અંતર્ગત ભારતથી ૮૪૦૦૦ કરોડનું એક્ષ્પોર્ટ કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે અને તેને સાર્થક કરવા માટે ઇકોમર્સના પ્લેટફોર્મ થકી દેશમાંથી વિવિધ પ્રોડકટને એક્ષ્પોર્ટ કરી શકાશે, આથી તેમણે ઉદ્યોગ સાહસિકો અને યુવાઓને મિશન ૮૪ની સાથે જોડાઇને દેશના ઇકોનોમિક સોલ્જર બની ભારતની અર્થવ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.

એપલ ગૃપના ફાઉન્ડર દીપક શેટાએ જણાવ્યું  હતું કે, ‘ઈકોમર્સની શરૂઆત સુરતમાં અને ભારતમાં વર્ષ ર૦૧૩૧૪માં થઈ હતી. તે સમયે ગ્રાહકની સાથે વિક્રેતા અને ઈકોમર્સની કંપનીઓને પણ અનેક પ્રશ્નો ઉદ્‌ભવતા હતા. ગ્રાહકોને પ્રોડકટની ડિલીવરી અને પ્રોડકટ રિટર્ન કરવા સંબંધિત મૂંઝવણ હોવાથી તે સમયે ઓફલાઈનની સામે માત્ર ૧% શેર ઓનલાઈન શોપિંગનું હતું, જે હાલમાં ૬% સુધી પહોંચ્યું છે. જેના પાછળનું મુખ્ય કારણ છે કે, હાલમાં ઈકોમર્સ થકી ગ્રાહકો સરળતાથી પ્રોડકટ રિટર્ન કરી શકે છે અને તેમણે પૈસા રિટર્ન મળે છે તેવો વિશ્વાસ નિર્માણ થયો છે.’

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘વર્ષ ર૦ર૬ સુધીમાં ઓફલાઈનની તુલનામાં ઓનલાઈન ઈકોમર્સનો ગ્રોથ રર% સુધી પહોંચી જશે. ઈકોમર્સ ક્ષેત્રે દેશમાં ભારત સૌથી મોટો ફાળો આપે છે. તેમણે ઉદ્યોગ સાહસિકોને સલાહ આપતાં જણાવ્યું હતું કે, ઈકોમર્સમાં કાર્ય કરતી વખતે સેપરેટ સ્ટાફ હોવો જરૂરી છે. એક પોર્ટલ સાથે કામ કરો અને પ્રોડક્‌ટની ગુણવત્તા સારી અને ટકાવી રાખવી મહત્વની હોય છે. સુરતની તાકાત ખૂબ જ વધારે છે અને સુરત જે કિંમતમાં પ્રોડક્‌ટ વિશ્વને આપી શકે છે, તે અન્ય સિટી આપી શકે નહીં. સુરતીઓએ કોપી પર નહીં પણ પ્રોડક્‌શન પર ધ્યાન આપવાની વધુ જરૂર છે.’

લીમ્બુડી ફેશનના સંસ્થાપક હિરેન લાઠિયાએ જણાવ્યું હતું કે, ‘ઈકોમર્સ ક્ષેત્રમાં ટેક્ષ્ટાઈલની કેટેગરીમાં સુરત માન્ચેસ્ટર છે. આ સંદર્ભે સુરતને કોઈ પાછળ મૂકી શકે તેવું બનવું અશક્‌ય છે. સુરતે હાલમાં જ મેન્સવેયર ગારમેન્ટમાં દિલ્હીને પાછળ છોડ્‌યું છે. ઈકોમર્સ ક્ષેત્રે કાર્ય કરતાં ઉદ્યોગ સાહસિકોમાં યુવાઓનું પ્રમાણ સૌથી વધુ છે. ઈકોમર્સ ક્ષેત્રે સફળતા મળ્યા બાદ તેને જાળવી રાખવી પણ મહત્વની હોય છે. ઈકોમર્સના ક્ષેત્રે ઉદ્યોગ સાહસિકો સૌથી વધુ સમસ્યા કન્ટ્રોલિંગ અને ઓડિટીંગના સંદર્ભે અનુભવે છે. ઉદ્યોગ સાહસિકોએ ઈન્ટર કોમ્પિટીશનથી દૂર રહેવું જોઈએ. માત્ર ઈકોમર્સ ક્ષેત્રે જ નહીં પણ દરેક વ્યવસાયમાં નિષ્ફળતાને સ્વીકારવું અને તેમાંથી કંઈક શીખવાનું વિચારવું જોઈએ.’

એવીમી હર્બલના ફાઉન્ડર સિદ્ધાંત અગ્રવાલે જણાવ્યું હતું કે, ‘કોરોના કાળમાં પરિવારે જનકલ્યાણના હેતુ સાથે એવીમી હેર હર્બલ ઓઈલની શરૂઆત કરી હતી. ત્યાર બાદ પૈસા આપીને પ્રમોશન કરવાની જગ્યાએ પરિવારના સભ્યોએ જ સોશિયલ મીડિયા થકી હેર હર્બલ ઓઈલની એડવર્ટાઈઝમેન્ટ કરવાનું શરૂ કર્યું હતું. તે સમયે ખ્યાલ આવ્યો કે, પ્રોડક્‌ટ સારી હોય તો પેઈડ પ્રમોશન કરવાની જરૂર રહેતી નથી. જ્યારે પ્રોડક્‌ટના કારણે તમે સફળતા મેળવો છે, ત્યારે વિઝન સ્પષ્ટ રાખવું જોઈએ અને વધુ લાભ મેળવવાની લાલચમાં પ્રોડક્‌ટની ગુણવત્તામાં ક્‌યારેય કોમ્પ્રોમાઈઝ કરવું જોઈએ નહીં.’

ઈઝી કોમના સીઈઓ પુનિત ગુપ્તાએ જણાવ્યું હતું કે, ‘ઈકોમર્સ ક્ષેત્રે યુવા ઉદ્યોગ સાહસિકો ખૂબ જ સારી રીતે કાર્ય કરી રહ્યા છે. ઈકોમર્સ ક્ષેત્રે બિઝનેસ કરવા માટે કોઈ પણ બેરિયર નથી. ઈકોમર્સમાં દેશના કોઈ પણ ખૂણે નાનકડી દુકાન અથવા ઘરેથી કાર્ય કરી વિશ્વના અનેક દેશોમાં પ્રોડક્‌ટ વેચી શકો છો. પરંપરાગત બિઝનેસ કરતા ઈકોમર્સ ઘણું અલગ છે, પણ તે ગ્રાહકનું બજાર હોવાથી તેમાં પ્રોડક્‌ટ પર ધ્યાન આપવું અને રિટર્નને અસરકારક રીતે મેનેજ કરવું મહત્વનું હોય છે.’

કેશ્વી ફેશન એલએલપીના ચેરમેન શ્રીકાંત ચાંડકે જણાવ્યું હતું કે, ‘હાલમાં અનેક કંપનીઓ રિકન્સીલેશન, રિટર્નમાં મદદ, એકાઉન્ટ ડિસ્પુટ, ઓર્ડર પ્રોસેસિંગમાં વિવિધ થર્ડ પાર્ટી એસેસ કાર્ય કરે છે. આ કાર્ય પરફેક્‌ટ હોવા જોઈએ. જેથી બિઝનેસ નફાકારક બને. ઉદ્યોગ સાહસિકોએ એ સમજવું જોઈએ કે, તેમને પ્રોડક્‌ટની સેલ વધારવી છે કે પ્રોડક્‌ટને બ્રાન્ડ બનાવવી છે. બિઝનેસને સફળ બનાવવામાં સૌથી વધુ મહત્વનું છે કે, પ્રોડક્‌ટને લઈને ગ્રાહકનું રિએક્‌શન સારૂ હોય. બિઝનેસમાં શાંતિથી વૃદ્ધિ કરો પણ નફાકારક અભિગમ સ્વીકારો.’

અલ્પિનો હેલ્થ ફૂડ્‌સના કોફાઉન્ડર ચેતન કાનાણીએ જણાવ્યું હતું કે, ‘એક જ કેટેગરીમાં મલ્ટી પ્રોડક્‌ટ બનાવવા માટે અમે પિનટ્‌સની (સિંગદાણા) પસંદગી કરી હતી. તે દરમિયાન પિનટ્‌સ વિશે માહિતી મેળવતા જાણવા મળ્યું કે, વિશ્વમાં પિનટ્‌સના ઉત્પાદનમાં ભારત બીજો ક્રમ મેળવે છે અને દેશમાં ઉત્પાદન થતાં પિનટ્‌સમાંથી પ૦% પિનટ્‌સની નિર્યાત થાય છે. પિનટ્‌સથી ર૦૦થી વધુ પ્રોડક્‌ટ બને છે.’

તેમણે ઉદ્યોગ સાહસિકોને બિઝનેસને સફળ બનાવવા માટે સલાહ આપી કે, ‘ઉદ્યોગ સાહસિકોએ ઓફલાઈનની સાથે ઓનલાઈન બંને રીતે કાર્ય કરવું જોઈએ, એક કેટેગરીમાં જ મલ્ટી પ્રોડક્‌ટ કેવી રીતે બનાવવા તે વિચારવું, ભૌગોલિક બેરિયર વિના બિઝનેસનો વ્યાપ વધારવો, ઉદ્યોગમાં ટીમ બીલ્ડિંગ અને ટીમ વર્ક મહત્વની ભૂમિકા ભજવે છે, સફળ બિઝનેસ માટે હંમેશા ડેટા ઈનસાઈડ્‌સને ફોલો કરો.’

ચીપરઝોન ઈકોમ એલએલપીના ફાઉન્ડર નિરવ નાકરાણીએ જણાવ્યું હતું કે, ‘ઈકોમર્સ ક્ષેત્રે ઉદ્યોગ સાહસિકોએ ગ્રાહકોને રોજ કંઈક નવું અને સારું આપવાનો પ્રયાસ કરવો જોઈએ. ઈકોમર્સ ક્ષેત્રે કાર્ય કરતા સમયે ક્‌યારેય કોઈ એક એકાઉન્ટ પર નિર્ભર નહીં રહેવું જોઈએ.’

ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ સેમિનારમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. ગૃપ ચેરમેન કમલેશ ગજેરાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. ચેમ્બરની આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ કમિટીના સભ્ય વિજય વઘાસિયાએ સેમિનારનું સંચાલન કર્યું હતું. ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલા, માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસી, માનદ્‌ ખજાનચી કિરણ ઠુમ્મર, ગૃપ ચેરમેન જયંતિ સાવલિયા, ચેમ્બરની આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ કમિટીના ચેરમેન શૈલેષ દેસાઇ તથા ઇકોમર્સ ક્ષેત્રે સંકળાયેલા ઉદ્યોગ સાહસિકો અને યુવાઓ ઉપસ્થિત રહયા હતા.

ચેમ્બરની ઇકોમર્સ કમિટીના એડવાઇઝર સંદિપ કથિરીયાએ સવાલ – જવાબ સેશનનું સંચાલન કર્યું હતું. જેમાં સાતેય ઉદ્યોગ સાહસિકોએ ઇકોમર્સ સંબંધિત યુવાઓને મૂંઝવતા વિવિધ સવાલોના સંતોષકારક જવાબો આપ્યા હતા અને ત્યારબાદ સેમિનારનું સમાપન થયું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button