શિનોર પોલીસ સ્ટેશન ખાતે મકરસંક્રાતિ અવસરે બાળકોને પોષણ આહાર રૂપે ચીકી તથા બિસ્કીટનું વિતરણ કરાયું

શિનોર પોલીસ સ્ટેશન ખાતે મકરસંક્રાતિ અવસરે બાળકોને પોષણ આહાર રૂપે ચીકી તથા બિસ્કીટનું વિતરણ કરાયું
આજરોજ તારીખ 8 જાન્યુઆરી 2025 ને બુધવારના રોજ શિનોર પોલીસ સ્ટેશન, વડોદરા ગ્રામ્ય પોલીસ સબ ઇન્સ્પેકટર તથા પોલીસ સ્ટેશન સ્ટાફ તેમજ શી – ટીમ દ્વારા માલસર પ્રાથમિક શાળાના આશરે ૧૫૦ જેટલા બાળકોને મકરસંક્રાંતિ ના તહેવાર નિમિતે પોષણ આહાર રૂપે ચીકી તથા બિસ્કીટનું વિતરણ કરવામાં આવેલ છે.
પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્ર ઘણીવાર હાસ્યસ્પદ લાગે છે, કારણ કે પોલીસના અનુભવ સામાન્ય જનતા માટે સારા હોતા નથી .જ્યારે ઘણીવાર આ સૂત્ર માનવતાના પણ દર્શન કરાવે છે ,અને તેને અનુરૂપ આજરોજ શિનોર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એસ. જાડેજા તથા તમામ ડી – સ્ટાફ સહિત શિનોર પોલીસ સ્ટેશનનો તમામ સ્ટાફ અને સી- ટીમ દ્વારા શિનોર તાલુકાના નર્મદા કિનારે આવેલા માંગલ્ય ધામ માલસર મુકામે આવેલ પ્રાથમિક શાળાના આશરે 150 ઉપરાંત બાળકોને આગામી ઉત્તરાયણ એટલે કે મકરસંક્રાંતિના તહેવાર નિમિત્તે પૌષ્ટિક આહાર રૂપે ચીકી તથા તમામ બાળકોને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ડ્રેસ સાથેના પોલીસ દ્વારા આ વિતરણ કરાતાં આ નાના બાળકોમાં અનેરો આનંદ આપ્યો હતો.