ક્રૂડ તેલના વાયદામાં સાપ્તાહિક ધોરણે રૂ.351નો કડાકોઃ સોનાના વાયદામાં રૂ.838 અને ચાંદીમાં રૂ.2,591નો ઉછાળો

ક્રૂડ તેલના વાયદામાં સાપ્તાહિક ધોરણે રૂ.351નો કડાકોઃ સોનાના વાયદામાં રૂ.838 અને ચાંદીમાં રૂ.2,591નો ઉછાળો
સપ્તાહ દરમિયાન નેચરલ ગેસના ઓપ્શન કોન્ટ્રેક્ટ્સમાં રેકોર્ડ પ્રીમિયમ ટર્નઓવર નોંધાયુઃ નેચરલ ગેસ, મેન્થા તેલના વાયદામાં સુધારોઃ કોટન-ખાંડી વાયદો રૂ.850 તૂટ્યોઃ બિનલોહ ધાતુઓમાં એકંદરે વૃદ્ધિઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.1,53,025 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.1151895.33 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.14 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં 28 ફેબ્રુઆરીથી 6 માર્ચ સુધીના સપ્તાહ દરમિયાન 111,99,708 સોદાઓમાં કુલ રૂ.13,04,934.2 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,53,025.21 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.1151895.33 કરોડનો હતો. અત્રે એ ઉલ્લેખનીય છે કે બુધવાર, 5 માર્ચના રોજ એમસીએક્સ પર નેચરલ ગેસના ઓપ્શન કોન્ટ્રેક્ટ્સમાં રૂ.2,273 કરોડનું રેકોર્ડ પ્રીમિયમ ટર્નઓવર નોંધાયું હતું.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 8,15,123 સોદાઓમાં રૂ.89,507.57 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.84,899ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.86,329 અને નીચામાં રૂ.84,033ના મથાળે અથડાઇ, સપ્તાહનાં અંતે રૂ.838ના ઉછાળા સાથે રૂ.86,034ના ભાવે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.476 વધી રૂ.69,857 અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.73 વધી રૂ.8,762ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.792ના ઉછાળા સાથે રૂ.86,002ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.95,113ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.98,324 અને નીચામાં રૂ.93,852ના મથાળે અથડાઇ, સપ્તાહનાં અંતે રૂ.2,591ના ઉછાળા સાથે રૂ.98,141ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.2,444 ઊછળી રૂ.98,052 અને ચાંદી-માઇક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.2,448 ઊછળી રૂ.98,060 બંધ થયો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 83,569 સોદાઓમાં રૂ.13,061.21 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબું માર્ચ વાયદો રૂ.858ના ભાવે ખૂલી, રૂ.26.40 વધી રૂ.890.85, એલ્યુમિનિયમ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.5.65 વધી રૂ.264.40 તેમ જ સીસું માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.65 વધી રૂ.182 થયો હતો. જસત માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.7.75 વધી રૂ.276 થયો હતો. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની માર્ચ વાયદો 1 કિલોદીઠ રૂ.5.30 વધી રૂ.264.15 સીસુ-મિની માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.50 વધી રૂ.181.65 જસત-મિની માર્ચ વાયદો રૂ.7.35 વધી રૂ.275.50 બંધ થયો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 10,28,831 સોદાઓમાં રૂ.50,439.82 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.6,127ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,148 અને નીચામાં રૂ.5,685ના મથાળે અથડાઇ, સપ્તાહનાં અંતે રૂ.351ના ભાવઘટાડા સાથે રૂ.5,784 બોલાયો હતો,, ક્રૂડ તેલ-મિની માર્ચ વાયદો રૂ.350 ઘટી રૂ.5,783 બંધ થયો હતો. નેચરલ ગેસ માર્ચ વાયદો 1 એમએમબીટીયુદીઠ રૂ.345ના ભાવે ખૂલી, રૂ.26.20 વધી રૂ.373.90 અને નેચરલ ગેસ-મિની માર્ચ વાયદો 26.5 વધી 374.2 બંધ થયો હતો.