વ્યાપાર

દેશનો વિકાસ શ્રેષ્ઠત્તમ ઈન્ફ્રાસ્ટક્ચર ડેવલપમેન્ટને સંલગ્ન : પ્રણવ અદાણી

પોલિસી, મેનેજમેન્ટ અને એપ્રોચ અદાણી જૂથની સફળતાના સૂત્રો

News: અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝીસના ડાયરેક્ટર પ્રણવ અદાણીએ દેશમાં ઈન્ફ્ર્રાસ્ટક્ચર ક્ષેત્રે થયેલા અભૂતપુર્વ વિકાસને ભારોભાર બિરદાવ્યો છે. કોઈપણ દેશના વિકાસને તેના ઈન્ફ્રાસ્ટક્ચર સાથે સંકળાયેલો ગણાવી તેમણે માળખાગત સુવિધાની વૃદ્ધિમાં અદાણી ગ્રુપના સમર્પિત પ્રયાસોને પણ ટાંક્યા હતા. પ્રણવ અદાણીએ જણાવ્યું હતું કે, ભારતની પ્રગતિ એ હકીકત સાથે સીધી રીતે જોડાયેલી છે કે ભારત પાસે શ્રેષ્ઠત્તમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે.

એક રાષ્ટ્રીય ન્યૂઝ ચેનલના એવોર્ડ સમારંભમાં કીનોટ એડ્રેસ કરતાં પ્રણવ અદાણીએ જણાવ્યું હતું કે, “પ્રાચીન હોય કે અર્વાચીન, માનવ ઈતિહાસથી આપણે જાણી શકીએ છીએ કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર એ તમામ વિકાસનો પાયો છે. તેના પાયા પર કોઈપણ જાતનો વિકાસ કે વિકાસશીલ સમાજનું નિર્માણ થાય છે. વળી તે આર્થિક પ્રગતિનો માર્ગ પણ મોકળો કરે છે, જીવનધોરણમાં સુધારો કરે છે અને ટકાઉ વિકાસની ખાતરી આપે છે. જો કે, તેમાં અનેક અવરોધો અને મુશ્કેલીઓ રહેલી છે, કદાચ તેથી જ બહુ ઓછા ઉદ્યોગસાહસિકો તેનો સામનો કરવા સક્ષમ છે“.

પ્રણવ અદાણીએ જણાવ્યું હતું કે, “ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર સરકાર ખૂબ ધ્યાન આપી રહી છે. નાણાકીય વર્ષના ઇન્ફ્રા ફંડિંગમાં 16% વધારીને રૂ. 11 લાખ કરોડથી વધુ કરવાના નિર્ણયથી તે વધુ મજબૂત થયું છે. અદાણી જૂથ રસ્તા, રેલ્વે, એરપોર્ટ, બંદરો, માસ ટ્રાન્ઝિટ સિસ્ટમ્સ, જળમાર્ગો અને લોજિસ્ટિક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં ભારતની જરૂરિયાતોને વ્યાપકપણે પ્રાથમિકતા આપે છે.

અદાણી એન્ટરપ્રાઇઝિસના ડિરેક્ટરે જણાવ્યું હતું કે, “ 1990 ના દાયકાના અંતમાં જ્યારે તેમણે બંદરો, ટર્મિનલ્સ અને પાવર પ્લાન્ટ બનાવવાની યોજના બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે તેઓ પહેલાથી જ જાણતા હતા કે આગળ કેવા પડકારો હશે, પરંતુ અમે આગળ વધ્યા. અમારી ત્રણ દાયકાની ઇન્ફ્રાસ્ટ્રક્ચર સફર અમને ઘણું બધુ શીખવી ગઈ. પોલિસી, મેનેજમેન્ટ અને એપ્રોચ એ ત્રણ અદાણી ગ્રુપની સફળતાના સૂત્રો છે. “

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં વિશ્વની સૌથી મોટી ઝૂંપડપટ્ટીના પુનઃવિકાસનો ઉલ્લેખ કરતાં પ્રણવ અદાણીએ જણાવ્યું હતું કે, “અમે અન્ય એક મોટો પડકાર ઉઠાવ્યો છે તે છે ધારાવીનો પુનઃવિકાસ… આ વિશ્વનો સૌથી મોટો શહેરી પુનર્જીવન પ્રોજેક્ટ છે.. .અમારા માટે ધારાવી પ્રોજેક્ટ માત્ર હજારો નવા મકાનો બાંધવાનો જ નહીં, પરંતુ જીવનની ગરિમાને પુનઃસ્થાપિત કરવાનો છે.” વધુમાં તેમણે જણાવ્યું હતું કે, “અમે વીજળીના ટ્રાન્સમિશન વિતરણ તેમજ ગ્રીન એનર્જી ઉત્પાદનમાં સૌથી મોટા ખાનગી ઉત્પાદક છીએ અને અમે તેમાં નંબર વન બનવા તરફ કામ કરી રહ્યા છીએ.

ભારતના પ્રીમિયર કોન્ગ્લોમરેટ્સમાંનું એક અદાણી ગ્રુપની સ્થાપના ગૌતમ અદાણી દ્વારા 1988 માં કરવામાં આવી હતી અને ત્યારથી તે વૈવિધ્યસભર ક્ષેત્રોમાં દેશની વિકાસગાથામાં યોગદાન આપી રહ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button