બોગસ પાસપોર્ટ બનાવી પરિણીતા દુબઈ પહોંચી ગઇ
બોગસ પાસપોર્ટ બનાવી પરિણીતા દુબઈ પહોંચી ગઇ
સુરતઃ રાણી તળાવ ખાતે રહેતી પરિણીતાએ ખોટા નામથી પાસપોર્ટ બનાવી તે પાસપોર્ટના આધારે દુબઈ પહોંચી જતા પોલીસે પરિણીતા સામે છેતરપિંડીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાંદેર પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ જી.કે રાઠોડએ મંદિર સુધારવાડ મેમુના મંઝિલ તેમજ રાણી તળાવ ભાર બંધવાડ નુરમિયા મસ્જિદ સામે રોયલ પેલેસમાં રહેતી મોહમ્મદ અમીન અશરફ મેમણની પત્ની અને સલીમ અબ્દુલ રઝાક બાદશાહની દીકરી જૈનબે ખોટા નામે પાસપોર્ટ બનાવ્યો હતો. ઉમેરા મોહમ્મદ અમીન મેમણ નામથી આ પાસપોર્ટ જેનબે બનાવ્યો હતો. અને આ ખોટા પાસપોર્ટ ના આધારે વિઝા મેળવી 21 10 2023 ના રોજ ઇન્ટરનેશનલ એરપોર્ટ અમદાવાદ થી ફ્લાઈટમાં બેસી દુબઈ ખાતે પણ પહોંચી ગઈ હતી. આ અંગે હુંમેરા ને ખબર પડતાં લાલ ગેટ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી પોલીસે આ મામલે તપાસ કરતા જૈનબ ખોટા પાસપોર્ટના આધારે દુબઈ હોવાનું જાણવા મળ્યું હતું જેથી રાંદેર પોલીસમાં લાલગેટ પીએસઆઇએ ફરિયાદ આપતા જૈનબ સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.