જોવાનુ ચૂકતા નહીં ભારત-પાકિસ્તાન મેચ!
જોવાનુ ચૂકતા નહીં ભારત-પાકિસ્તાન મેચ!
ક્યાં અને કેવી રીતે જોવા મળશે મેચ?
ટીન ક્વાંગ રોડ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે હોંગકોંગ ક્રિકેટ સિક્સેસ ટુર્નામેન્ટના પ્રથમ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચનો ક્રેઝ અલગ છે. ભલે તે ગમે તે ટુર્નામેન્ટમાં હોય. 1 નવેમ્બરથી 3 નવેમ્બર સુધી ચાલનારી આ ટુર્નામેન્ટમાં ટીન ક્વાંગ રોડ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કેટલીક રોમાંચક મેચો જોવા મળશે, જેમાં 12 ટીમો છ-છ મેચ રમશે.
આ ટુર્નામેન્ટમાં 12 ટીમો ભાગ લઈ રહી છે, જે ત્રણ-ત્રણના 4 હિસાબે પુલમાં વહેંચાયેલી છે. તેઓ રાઉન્ડ-રોબિન ફોર્મેટમાં સ્પર્ધા કરશે. રોબિન ઉથપ્પાના નેતૃત્વમાં ભારત પૂલ સીનો ભાગ છે જેમાં યુએઈ અને કટ્ટર હરીફ પાકિસ્તાન પણ સામેલ છે. યજમાન હોંગકોંગ પૂલ એ માં દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ સામે ટકરાશે જ્યારે પૂલ બીમાં ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને નેપાળનો સમાવેશ થાય છે. પૂલ ડીમાં શ્રીલંકા, બાંગ્લાદેશ અને ઓમાન વચ્ચે મેચ રમાશે.
ટુર્નામેન્ટની પ્રથમ મેચ દક્ષિણ આફ્રિકા અને હોંગકોંગ વચ્ચે રમાશે, જ્યારે પહેલા જ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મેચ પણ રમાશે. દરેક પૂલની ટોચની બે ટીમો ક્વાર્ટર ફાઇનલ રમશે અને ક્વાર્ટર-ફાઇનલ રાઉન્ડના વિજેતાઓ સેમિફાઇનલમાં આગળ વધશે. ક્વાર્ટરમાં હારી રહેલી ટીમો પ્લેટ સેમિફાઇનલ રમશે. દરેક પૂલની નીચેની ટીમ બાઉલ ટૂર્નામેન્ટમાં રમશે. સ્પર્ધાના ત્રણ દિવસમાં કુલ 29 મેચ રમવામાં આવશે. તમે સ્ટાર સ્પોર્ટ્સ અને ફેનકોડ પર હોંગકોંગ સિક્સેસ 2024ની તમામ રોમાંચક મેચો લાઈવ જોઈ શકો છો.