અમિતાભબચ્ચનની રજુ નહી થયેલી ફિલ્મો તમને ખબર છે?
અમિતાભબચ્ચનની રજુ નહી થયેલી ફિલ્મો તમને ખબર છે?
અમિતાભ બચ્ચન વિશે બધું જ લખાઈ ગયું છે.અમિતાભની કેટલીક ફિલ્મોએ જંગી કમાણી કરી છે અમિતાભની ઘણી બધી ફિલ્મો સિલ્વર જ્યુબલી અને ગોલ્ડન જ્યુબલી ઉજવી ચુકી છે.હજુય અમિતાભની ફિલ્મો આવી રહી છે.
અમિતાભ માત્ર સિનેરસીકોના જ નહી ફિલ્મો બનાવનારાના પણ પસંદગીના માનીતા કલાકાર છે.લેખકો હોય નિર્માતા હોય કે નિર્દેશક હોય આજ દિવસ સુધી અમિતાભને નજરમાં રાખી વાર્તાઓ લખવાનો ફિલ્મો બનાવવાનો સિલસિલો ચાલુ જ છે.
પણ તમને ખબર છે અમિતાભની પણ કેટલીક ફિલ્મો એવી છે કે જેના નસીબમાં થીએટર સુધી પહોંચવાનું નસીબમાં નહોતું.
૧૯૭૦માં મુકુલ દત “યાર મેરી જીંદગી ” ફિલ્મ બનાવી રહ્યા હતા આ ફિલ્મમા અમિતાભ સાથે હતા શત્રુધનસિંહા આ ફિલ્મ બનતા ઘણો સમય થઈ ગયો છે હજુ ફિલ્મ ધૂળ ખાઇ રહી છે.૧૯૭૨ મા અમિતાભને લઈને “અપને પરાયે ” નામની ફિલ્મની જાહેરાત થઈ.ફિલ્મમાં અમિતાભ સાથે રેખા હતી પણ એ સમયે અમિતાભ એંગ્રીયંગમેન હજુ બન્યા નહોતા.રેખા પણ જાણીતી હિરોઈન નહોતી.નવા કલાકારો સાથે બનેલી ફિલ્મ ચાલશે નહી એ ડરથી ફિલ્મ બનાવવાનું માંડી વાળવામાં આવ્યું.
અમિતાભ શ્રીદેવીની ” ખ઼ુદા ગવાહ ” તો બધાને ખબર જ છે પણ આજ નામ સાથે ૧૯૭૮ મા ફિલ્મ બનવાની હતી હિરોઈન હતી પરવીનબાબી ફિલ્મ પોણાભાગની તૈયાર થઈ ગઈ હતી પણ કોણ જાણે કેમ ફિલ્મ બનાવનારને એમ લાગ્યું કે ફિલ્મ યોગ્ય રીતે આગળ વધતી નથી એમ સમજી ફિલ્મ પડતી મુકાઈ.૧૯૭૯ મા મનમોહન દેસાઈ ” શરફરોશ નામની ફિલ્મ બનાવી રહ્યા હતા આપણા અમિતાભ સાથે હતા રિસીકપુર કાદરખાન શક્તિકપૂર પણ કોઈ કારણોસર આ ફિલ્મ બંધ થઈ ગઈ.
સુભાષ ધાઈ મોટા નિર્દેશક ગણાય છે એમને અમિતાભને લઈને “દેવા ” નામની ફિલ્મની જાહેરાત કરી હતી.ફિલ્મ ડાકુકથા પર આધારિત હતી ૧૯૭૮ મા આ ફિલ્મ બનવાની શરૂઆત થઈ થોડા શુટિંગ પછી ફિલ્મ બઁધ થઈ ગઈ.આ નામ સાથે સુભાષ ધાઈએ હજુ સુધીમાં કોઈ ફિલ્મ બનાવી નથી.
૯૦ ના દાયકામા સુજીત સરકાર અમિતાભને લઈને ” શું બાઈટ ” નામે ફિલ્મ બનાવી રહ્યા હતા ફિલ્મ બની પણ ગઈ પણ ફિલ્મના અધિકાર માટે લડાઈ શરૂ થતા ફિલ્મ કાયદાકીય લડાઈમાં ફસાઈ ગઈ.
અમિતાભને લઈને દિલીપકુમાર ” ક્લીગા ” નામની ફિલ્મ બનાવવાના હતા પણ ફિલ્મ બનાવતા બહુ સમય લાગતો હોવાથી નિર્માતા સુધાકર બોકડે એ ફિલ્મ બઁધ કરી દીધી.
જે પી દત્તા પણ અમિતાભને લઈને ફિલ્મ બનાવવાના હતા પણ પેસાના અભાવે ફિલ્મ બની જ નહી.
એમ મનાય છે કે અમિતાભની લાંબી કારકિર્દીમા આવી એક બે નહી ૮૦ થી વધુ ફિલ્મો એવી છે જે કદી થીએટર સુધી આવી જ નહી આમાં કેટલીક ફિલ્મોના નિર્માતા નિર્દેશક પ્રભાવશાળી જાણકાર હતા ફિલ્મ બની હોતે તો સીનેરસીકોને અમિતાભની વધુ સારી ફિલ્મો જોવા મળતે.