અર્ચના વિદ્યા નિકેતન શાળા દ્વારા સુમન સંગીનમાં દીકરીઓ માટે યોજ્યો ગર્લ્સ સેલ્ફ ડિફેન્સ કાર્યક્ર્મ યોજાયો

અર્ચના વિદ્યા નિકેતન શાળા દ્વારા સુમન સંગીનમાં દીકરીઓ માટે યોજ્યો ગર્લ્સ સેલ્ફ ડિફેન્સ કાર્યક્ર્મ…
વરાછા કમલપાર્ક સ્થિત અર્ચના વિદ્યા નિકેતન શાળા અને NSKA કરાટે સંસ્થાના સંયુક્ત પ્રયાસોથી દીકરીઓ અને બહેનો માટે સંગીની પર્વત પાટિયામાં સ્ત્રી સશક્તિકરણ કાર્યક્રમ “જાગૃત બેટી સુરક્ષિત પરિવાર”ના ભાગરૂપે ગર્લ્સ સેલ્ફ ડિફેન્સ કાર્યક્રમનું શાનદાર આયોજન થયેલું હતું. જેમાં સુમન સંગીની આવાસના બહેનો અને દીકરીઓએ ભાગ લીધો હતો.આ ત્રણ દિવસીય કાર્યક્રમ NSKA તરફથી સંજય મોરે,અમલેશ એમ. બાવરીયા, અક્લેશ એમ. બાવરીયા મીનાક્ષી શુક્લાએ ફ્રી માં નિસ્વાર્થ ભાવે સેવા આપી દીકરીઓને સ્વ બચાવ માટે વિવિધ તાલીમ આપી. કાર્યક્રમના છેલ્લા દિવસે તાલીમ લીધેલ તમામ બહેનોને પ્રમાણપત્ર આપવામાં આવ્યું સાથે-સાથે સોસાયટીમાં વિશેષ સિદ્ધિ મેળવનાર બહેનોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. સુમન સંગીની આવાસના તમામ બિલ્ડીંગના પ્રમુખશ્રીઓ તેમજ ઉપસ્થિત તમામ મહિલાઓએ આ કાર્યક્રમને ખૂબ જ ઉત્સાહ અને શાંતિપૂર્વક માણ્યો હતો.કાર્યક્રમને સફળ બનાવવા સોસાયટીના પ્રમુખ શીતલબેનનો વિશેષ સહયોગ મળ્યો.શાળાના કરાટે કોચ સંજયભાઈ મોરે આચાર્યા શ્રી ડૉ.રજીતા તુમ્મા, નિયામક ડૉ.ચંદુભાઈ ભાલીયાએ કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ સારું આયોજન કરેલ હતું. નારી સુરક્ષા, સ્વ બચાવની તાલીમ, જાગૃત બેટી સુરક્ષિત પરિવાર બાબતે નિયામક ડૉ.ચંદુભાઇ ભાલીયા દ્વારા સુંદર પ્રવચન આપવામાં આવ્યું.કાર્યક્રમને સફળ બનાવવા સોસાયટી વાસીઓ અને શિક્ષકોએ ખૂબ સારો સહયોગ આપ્યો.