પ્રાદેશિક સમાચાર
ઈરાનના સિસ્તાન-બલુચિસ્તાનમાં મોટો આતંકી હુમલો, 10 પોલીસકર્મીઓના મોત
ઈરાનના સિસ્તાન-બલુચિસ્તાનમાં મોટો આતંકી હુમલો, 10 પોલીસકર્મીઓના મોત
તેહરાન: ઈરાનના અશાંત દક્ષિણ-પૂર્વ પ્રાંતમાં પોલીસ કાફલા પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં 10 પોલીસકર્મીઓના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં ઈરાન પર આ બીજો મોટો હુમલો છે. આના થોડા કલાકો પહેલા ઈઝરાયેલે ઈરાનના સૈન્ય ઠેકાણાઓ પર જવાબી કાર્યવાહી કરી હતી. આ હુમલાઓમાં બે ઈરાની સૈનિકોના મોત થયા છે, જ્યારે ઘણી સૈન્ય સુવિધાઓને નુકસાન થયું છે.
શનિવારે અશાંત દક્ષિણ પ્રાંત સિસ્તાન અને બલુચિસ્તાનમાં ઈરાની પોલીસ કાફલા પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા 10 અધિકારીઓ માર્યા ગયા
હોવાનું ઈરાની અધિકારીઓએ જણાવ્યું હતું. ઈરાનની રાજધાની તેહરાનથી લગભગ 1,200 કિલોમીટર (745 માઈલ) દક્ષિણપૂર્વમાં ગોહર કુહમાં થયેલા હુમલાની વિગતો જાહેર કરવામાં આવી નથી.