અદાણી જૂથ માટે ખુશખબર: વ્હાઈટ કોલર કાયદાઓ મામલે ડોનાલ્ડ ટ્રંમ્પની પીછેહઠ

અદાણી જૂથ માટે ખુશખબર: વ્હાઈટ કોલર કાયદાઓ મામલે ડોનાલ્ડ ટ્રંમ્પની પીછેહઠ
ટ્રમ્પે પ્રોસિક્યુટર્સ દ્વારા દોષિત ઘણા પ્રતિવાદીઓને માફી આપી
મુંબઈ : અદાણી જૂથ માટે ફરી એકવાર સારા સમાચાર આવ્યા છે, શેરબજારમાં અદાણીના શેરમાં તોફાની તેજી બાદ અમેરિકન સરકાર તરફથી મોટી રાહત મળી છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે લાંચ વિરોધી કાયદાઓ પ્રત્યે નરમ વલણ રાખતા તેને લાગુ નહીં કરવાનો નિર્ણય લીધો છે. ટ્રમ્પ વહીવટીતંત્રે ચોક્કસ પ્રકારના વ્હાઇટ-કોલર ગુનાઓ સામે કેસ ચલાવવાથી પાછળ હટવાનો નિર્ણય લીધો છે. જેનાથી અદાણી ગ્રુપને ફાયદો થવાની સંભાવના છે.
રાષ્ટ્રપતિનું પદ સંભાળ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવી દીધો છે. ટ્રમ્પ વહીવટીતંત્રે લાદેલા ‘ટેરિફ ટેરર’થી વિશ્વભરના બજારોમાં ઉથલપાથલ મચી ગઈ છે. હવે ટ્રમ્પ વહીવટીતંત્ર ચોક્કસ પ્રકારના વ્હાઇટ-કોલર ગુનાઓ લાગુ કરવાથી પીછેહઠ કરી રહ્યું છે. જેમાં વિદેશી લાંચ, જાહેર ભ્રષ્ટાચાર, મની લોન્ડરિંગ અને ક્રિપ્ટો માર્કેટ સંબંધિત બાબતોનો સમાવેશ થાય છે.
ડોનાલ્ડ ટ્રમ્પે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યાના બે મહિનામાં જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. તે યુએસ ન્યાય વિભાગને વિદેશી વ્યાપાર સોદા મેળવવા માટે વિદેશી અધિકારીઓને લાંચ આપવાના આરોપમાં અમેરિકનો પર કાર્યવાહી બંધ કરવાનો નિર્દેશ આપે છે.
વોલ સ્ટ્રીટ જર્નલના એક અહેવાલ મુજબ ન્યાય વિભાગમાં એટર્ની જનરલ પામ બોન્ડીએ ફરિયાદીઓને મની લોન્ડરિંગ અને પ્રતિબંધો ચોરી વિરોધી પ્રયાસો ડ્રગ કાર્ટેલ અને આંતરરાષ્ટ્રીય ગુના સંગઠનો પર કેન્દ્રિત કરવાનો આદેશ આપ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે વહીવટીતંત્ર વ્યવસાયિક આચરણના કેસોમાં ગુનો શું છે તે અસરકારક રીતે ફરીથી વ્યાખ્યાયિત કરી રહ્યું છે. આ નિર્ણયોનો હેતુ અમેરિકન નાગરિકોને રાહત આપવાનો છે.
સૌથી મોટી વાત એ છે કે, આ નિર્ણયથી અમેરિકન કોર્ટમાં આરોપોનો સામનો કરી રહેલી કંપનીઓ અને તેમના અધિકારીઓને પણ ફાયદો થઈ શકે છે. અદાણી ગ્રુપના કેટલાક ટોચના અધિકારીઓ જેઓ હાલમાં યુએસમાં લાંચના આરોપોનો સામનો કરી રહ્યા છે. જો કે, અદાણી ગ્રુપે આ આરોપોને ‘પાયાવિહોણા’ ગણાવ્યા છે,” સૂત્રોના મતે નવી નીતિ એઝ્યુર પાવરને રાહત આપે તેવી શક્યતા છે. જેના સોલાર પ્રોજેક્ટ માટે અદાણી ગ્રુપની કંપની સાથે કરાર હતો.
ન્યાય વિભાગ અને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશને 2024માં 26 FCPA-સંબંધિત અમલીકરણ કાર્યવાહી દાખલ કરી હતી, જેમાં વર્ષના અંત સુધીમાં ઓછામાં ઓછી 31 કંપનીઓ તપાસ હેઠળ હતી.
WSJ એ જણાવ્યું હતું કે ટ્રમ્પે મેનહટનમાં ફેડરલ પ્રોસિક્યુટર્સ દ્વારા દોષિત ઠેરવવામાં આવેલા ઘણા પ્રતિવાદીઓને માફી આપી છે. માર્ચના અંતમાં તેમણે નિકોલાના સ્થાપક ટ્રેવર મિલ્ટનને માફ કરી દીધા હતા. તેમને ઇરો-એમિશન ટ્રક અને ટેકનોલોજીના વિકાસ વિશે રોકાણકારો સાથે છેતરપિંડી કરવા મામલે દોષી ઠેરવવામાં આવ્યા હતા. અગાઉ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ (DoJ) દ્વારા અદાણી ગ્રુપના અધિકારીઓ સામે લગાવવામાં આવેલા આરોપોને સંપૂર્ણપણે અમેરિકાની ચાલ ગણાવી રાજનેતાઓએ ફગાવ્વા હતા.