વિવાદાસ્પદ સંદેશખાલી મામલે સુણવણી ટળી CBIની તપાસનો વિરોધ કરતી અરજી પર સુનાવણી જુલાઈમાં થશે સુનાવણીને ૧ સપ્તાહ માટે ટાળવાની રજૂઆત કરી હતી
વિવાદાસ્પદ સંદેશખાલી મામલે સુણવણી ટળી
CBIની તપાસનો વિરોધ કરતી અરજી પર સુનાવણી જુલાઈમાં થશે
સુનાવણીને ૧ સપ્તાહ માટે ટાળવાની રજૂઆત કરી હતી
વિવાદાસ્પદ એવા સંદેશખાલી મામલામાં તપાસ સીબીઆઈને સોંપવાની વિરુદ્ધ પશ્ચિમ બંગાળ સરકારની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણીને લઈ મુદત પડી હતી. આ મામલે જુલાઈના – બીજા સપ્તાહમાં હાથ સુનાવણઈ હાથ ધરવામાં આવશે. રાજય સરકારે આ સુનાવણીને ૧
સપ્તાહ માટે જ ટાળવાની રજૂઆત કરી હતી. સુપ્રીમ કોર્ટે સાથે જ એ વાત પણ સ્પષ્ટ કરી છે કે આ મામલો હજી મુલત્વી હોવાની વાતનો આધાર બનાવીને રાજ્યની મમતા બેનર્જી સરકાર હોઈકોર્ટમાં કોઈ લાભ લેવાની કોશિશ કરશે નહીં. સુનાવણી દરમિયાન કોર્ટે એ વાત પર વાંધો વ્યક્ત કર્યો કે કોઈ
ખાનગી વ્યક્તિની વિરુદ્ધ થઈ રહેલી તપાસનો રાજય સરકાર વિરોધ કરી રહી છે. કોલકતા હાઈકોર્ટે સંદેશખાલીમાં મહિલાઓના શોષણ અને લોકોની જમીન ઝાપવાના આરોપોની તપાસ સીબીઆઈને ૧૦ એપ્રિલના રોજ સોંપી હતી. જોકે રાજય સરકાર તેનો વિરોધ કરી રહી છે.