બારડોલી તાલુકાના ઈશનપોર અને મોવાછી ગામે સંકલ્પયાત્રાના રથનું ભવ્ય સ્વાગત
સુરતઃશુક્રવારઃ- વિકસીત ભારત સંકલ્પયાત્રાનો રથ આજે ત્રીજા દિવસે સુરત જીલ્લાના બારડોલી તાલુકાના ઈશનપોર અને મોવાછી ગામે આવી પહોચ્યો હતો. જયા ગ્રામજનોએ રથનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
ગામે ગામ સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપીને એક પણ લાભાર્થી લાભથી વંચિત રહી ન જાય તે માટે તંત્ર પ્રયાસ કરી રહ્યું છે. આ પ્રસંગે તલાટીશ્રીએ વિવિધ શાખાઓ દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિષે માહિતી આપી હતી. પોષણ અભિયાન, કુપોષણ મુક્ત ભારત અને એનિમિયા,પી.એમ કિસાન વય યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ,જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, પશુપાલન માટે વધુ પ્રચાર પ્રસારણ તેમજ ICDS બારડોલીના ઇન્ચાર્જ CDPO, કર્મચારી અને કાર્યકર દ્વારા મિલેટ અને THRનો ઉપયોગ કરી વિવિધ વાનગીઓની પ્રદર્શન યોજાયું હતું. ICDS તથા અન્ય વિભાગના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ અવસરે સરપંચ, ઉપસરપંચ અને ગ્રામ પંચાયતના સભ્ય, THOશ્રી, નાબાર્ડના અધિકારીશ્રી, વિસ્તરણ અધિકારીશ્રી, BOBના અધિકારીશ્રી, તેમજ તાલુકા પંચાયતનો સ્ટાફ, આઈસીડીએસના ઈન્ચાર્જ સીડીપીઓશ્રી તથા મુખ્ય સેવિકા, કાર્યકર, તેડાગર તથા આરોગ્ય સ્ટાફ તેમજ અન્ય વિભાગના અધિકારી, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.