લેન્સકાર્ટે ગુજરાતમાં સૌથી મોટા એવા મેગા સ્ટોરના લોન્ચ સાથે સુરતમાં તેની હાજરી વિસ્તારી
લેન્સકાર્ટે ગુજરાતમાં સૌથી મોટા એવા મેગા સ્ટોરના લોન્ચ સાથે સુરતમાં તેની હાજરી વિસ્તારી
સુરત, ગુજરાત, 9 નવેમ્બર, 2024 – ભારતની અગ્રણી ઓમ્નીચેનલ આઈવેર બ્રાન્ડ લેન્સકાર્ટ વેસુમાં વીઆઈપી રોડ ખાતે આવેલા સુરતમાં તેના 20મા સ્ટોરના ભવ્ય શુભારંભ સાથે એક મોટા સીમાચિહ્નની ઊજવણી કરે છે. આ નવો સ્ટોર ગુજરાતમાં લેન્સકાર્ટનું સૌથી મોટું આઉટલેટ છે. 2,000 ચોરસ ફૂટના વિસ્તારમાં ફેલાયેલો આ સ્ટોર આ પ્રદેશમાં આઈવેર રિટેલ માટે નવા ધોરણો સ્થાપિત કરે છે.
ઇમર્સિવ શોપિંગ અનુભવ પૂરો પાડવા માટે તૈયાર થયેલો આ સ્ટોર તમામ વયજૂથના, સ્ટાઇલ ધરાવતા અને હસ્તીઓ માટે આઈગ્લાસીસ, સનગ્લાસીસ અને કોન્ટેક્ટ લેન્સ સહિત વિશાળ રેન્જના આઈવેર પૂરા પાડે છે. ગ્રાહકોને અહીં લેટેસ્ટ ટ્રેન્ડ્સ અને એક્સક્લુઝિવ કલેક્શન્સ જોવા મળશે. આ ઉપરાંત આંખોની મફત તપાસ અને રિપેરિંગ જેવી વધારાની સેવાઓ પણ મળશે જે લેન્સકાર્ટની ગુણવત્તા અને સુલભતા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
આ ભવ્ય ઉદ્ઘાટનમાં ઇશા કંસારા અને શ્રદ્ધા ડાંગર જેવી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. તેમની સાથે લેન્સકાર્ટના સર્કલ હેડ શૈલ પટેલ અને ઝોનલ મેનેજર ચિંતન અદેશરા પણ જોડાયા હતા અને લોન્ચિંગની ઊજવણી તથા ગ્રાહકો સાથે ચર્ચાઓ કરી હતી.
આ લોન્ચિંગના પ્રસંગે લેન્સકાર્ટના બિઝનેસ હેડ મધુર આચાર્યે જણાવ્યું હતું કે “ગ્રાહક-કેન્દ્રિત બ્રાન્ડ તરીકે અમારું મિશન અમારા ગ્રાહકોને આઈવેર અને આઈકેરમાં શ્રેષ્ઠ પ્રોડક્ટ્સ અને સેવાઓ આપવાનું છે. સુરતમાં અમારા સૌથી મોટા સ્ટોરના પ્રારંભ સાથે અમે સમુદાયમાં આઈવેરના અનુભવને વધારવા માટે તૈયાર કરાયેલી આધુનિક પ્રોડક્ટ્સ, મફત આંખની તપાસ અને એક્સક્લુઝિવ ઓફર્સની સુલભતા વધારી રહ્યા છીએ. સુરતનો નવો મેગાસ્ટોર ગુણવત્તાસભર આઈવેરને સૌ કોઈના માટે સુલભ તથા કિફાયતી બનાવવાના લેન્સકાર્ટના વિઝનનો પુનરોચ્ચાર કરે છે. સતત વૃદ્ધિ માટેની યોજના સાથે લેન્સકાર્ટ સમગ્ર ભારતમાં તેની હાજરી વિસ્તારવા માટે, નવીનતમ આઈ કેર સોલ્યુશન્સ લાવવા અને દેશભરમાં વધુને વધુ સમુદાયોને અદ્વિતીય શોપિંગ અનુભવ પૂરો પાડવા માટે સમર્પિત છે.” સ્ટોરનું સ્થળઃ લેન્સકાર્ટ, ઇન્ટરનેશનલ વેલ્થ સેન્ટર, શોપ 7, વીઆઈપી રોડ, વેસુ, સુરત, ગુજરાત 395007