સ્પોર્ટ્સ

Magics HAIR CARE પ્રેઝેંટ માય મોમ, માય સુપરસ્ટાર સીઝન -3 ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ

બિગ બેશ સ્પોર્ટ્સ લીગ દ્વારા આયોજિત ઇન્ટર સ્કૂલ મોમ ક્રિકેટ લીગ ટુર્નામેન્ટમાં ગોયન્કા વંડર્સ વૂમન્સ ટીમ ચેમ્પિયન બની

એલ.પી. સવાણી ફાયરબર્ડ્સ ટીમ રનર્સ અપ રહી, જોલી મેહતાં બની પ્લેયર ઓફ ધ સિરીઝ

સુરત: સુરત સહિત ગુજરાતની નામાંકીત સ્પોર્ટ્સ લીગ તરીકે સ્થાન પામનાર બિગ બેશ સ્પોર્ટ્સ લીગ દ્વારા સતત ત્રીજા વર્ષે સુરતના આંગણે મહિલાઓ માટે Magics HAIR CARE પ્રેઝેન્ટ્સ “માય મોમ માય સુપરસ્ટાર – season 3 “ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રણ દિવસીય આ ટુર્નામેન્ટમાં ફાઇનલ મેચના અંતે ગોયેંકા વન્ડર્સ વુમન ટીમ ચેમ્પિયન બની હતી તો એલ.પી.સવાણી ફાયર બર્ડ ટીમ રનર્સ અપ રહી હતી. વિજેતા ટીમને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવી હતી. ફાઇનલ મેચમાં સુપર મોમ અમિતા પટેલ પ્લેયર ઓફ ધ મેચ જાહેર થઈ હતી અને સુપર મોમ જોલી મહેતા પ્લેયર ઓફ ધ સિરીઝ બની હતી. આ ઉપરાંત બેસ્ટ બેટ્સ વુમન રૂપા મેનન, બેસ્ટ બોલર જેનુલ શાહ, બેસ્ટ ફિલ્ડર ઉપાસના અને બેસ્ટ વિકેટ કિપર ખુશ્બુ મોદીનું નામ જાહેર કરવામાં આવ્યું હતું.

29મી સપ્ટેમ્બરના રોજથી ટુર્નામેન્ટનો ભવ્ય આરંભ થયો હતો. ઉદ્ઘાટન સમારોહમાં રુંગટા ડેવલપર્સના અનિલભાઈ રુંગટા, સખીયા ક્લિનિકના ડૉ.રૂપલ સખિયા અને મેજિકસ હેર કેરના નીરવ સોનપાલ હાજર રહ્યા હતા. ટુર્નામેન્ટમાં વિવિધ શાળાઓના સહયોગથી કુલ 32 ટીમો એ ભાગ લીધો હતો. અનેક રોમાંચક મુકાબલા બાદ અંતે જી. ડી. ગોયેંકા ની ટીમ ગોયેંકા વંડર્સ વુમન અને એલ.પી.સવાણી સ્કૂલની ટીમ ફાયર બર્ડ ફાઇનલમાં પ્રવેશી હતી. ફાઇનલ મેચમાં પ્રથમ બેટિંગ કરતાં ગોયેંકા વન્ડર્સે બે વિકેટ ગુમાવીને 160 રન બનાવ્યા હતા. 161 રનના લક્ષ્યાંક નો પીછો કરતા એલ.પી.સવાણી સ્કૂલની ફાયર બર્ડ ટીમ સાત ઓવરમાં માત્ર 155 રન જ બનાવી શકી હતી અને પાંચ રને ગોએંકા વન્ડર્સ વુમન ટીમ વિજેતા બની હતી.

આ આયોજન અંગે બિગ બેશ સ્પોર્ટ્સ લીગના ફાઉન્ડર અને મહિલા ઉધોગ સાહસિક Shital M Pithawalla અને Mehul A Pithawalla એ માહિતી આપતા જણાવ્યું હતું કે બિગ બેશ સ્પોર્ટ્સ લીગ એ રમતો અને રમતવીરોને પ્રોત્સાહન પુરૂ પાડવા માટે એક પ્લેટફોર્મ પુરૂ પાડતું રહ્યું છે. બિગ બેશ સ્પોર્ટ્સ લીગ દ્વારા દર વર્ષે ખાસ મહિલાઓને કેન્દ્રમાં રાખીને માય મોમ, માય સુપરસ્ટાર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. આ વખતે તારીખ 29 મી સપ્ટેમ્બરથી 1 ઓક્ટોમ્બર સુધી Magics HAIR CARE પ્રેઝેંટ્સ માય મોમ, માય સુપરસ્ટાર સીઝન 3 નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં એવી મહિલાઓએ ભાગ લીધો હતો કે જેઓ બાળકોની માતાઓ છે. મહિલાઓની કુલ 32 ટીમો વચ્ચે ક્રિકેટનો મહામુકાબલો ખેલાયો હતો.

વધુમાં જણાવ્યું હતું કે આ લીગની સફળતાનો શ્રેય રાજ્યના રમત ગમત મંત્રી હર્ષભાઈ સંઘવી અને વિવિધ સ્કૂલોને જાય છે. ટુર્નામેન્ટના કો એસોસિયેટ steam house અને BMW Eminent cars અને સુરત મહાનગર પાલિકા છે.  જ્યારે એસોસિએટ તરીકે CASX, Gyaaniv, Babubhai sweets, Procon RMC, L.P.Savani Sport’s Complex, NUA, Pachchigar and son’s jwellers, Coco, Khushi, Dr.BWC, Triyom Realty અને Chique હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button