લોક સમસ્યા

નસવાડી તણખલા ગઢ બોરીયાદ સજ્જડ બંધ

*નસવાડી તણખલા ગઢ બોરીયાદ સજ્જડ બંધ*

 

“મણીપુરમા આદિવાસી મહિલાઓ સાથે થયેલ શાર્મસાર અને હેવાનીયત ભર્યું કૃત્ય થયુ તેના વિરોધ મા નસવાડી તણખલા ગઢ બોરીયાદ ના વેપારીઓ અને દુકાનદારોનુ સમર્થન”

 

તારીખ 24 જુલાઈ ના રોજ નસવાડી તથા તણખલા ખાતે આદિવાસી સમાજ દ્વારા બંધના એલાનને દરેક સમાજના લોકોએ સમર્થન આપી નસવાડી તથા તણખલાના તમામ વેપારીઓ અને દુકાનદારોએ બંધ રાખ્યું અને મણીપુર ની આવી શર્મસાર ઘટના જે બની છે તે ખરેખર કાળજુ કંપાવી નાખે તેવી ઘટના છે અને આ કૃત્ય કરનાર તમામને કડકમાં કડક સજા થવી જોઈએ ખરેખર આવા લોકોને જાહેરમાં ફાંસી આપવી જોઈએ જેથી બીજા કોઈ લોકો આવું કૃત્ય કરતા પહેલા સો વાર વિચારે એવા સંવાદો લોક મુખે ચર્ચાઈ રહ્યા હતા.આદિવાસી સમાજના આગેવાનો અને કાર્યકરો નસવાડી અને તણખલા ખાતે બંધ કરાવવા માટે નીકળ્યા હતા પરંતુ નસવાડી અને તણખલાના તમામ સમાજના હિંદુ મુસ્લિમ તમામે આદિવાસી પર અત્યાચાર જે થયો છે તેના વિરોધમાં સજ્જડ બંધ રાખી સમર્થન આપ્યું હતું અને આવી ઘટનાઓ જે અગાઉ પણ બની છે જેમકે મધ્યપ્રદેશની જેમાં આદિવાસી પર પેશાબ કર્યો હતો. બીજો વિડીયો વાયરલ થયો હતો જેમાં ગાડી પાછળ બાંધી તેને ઘસેડી ઘસેડીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો બીજો એક વિડીયો વાયરલ હતો જેમાં વ્યક્તિને નગ્ન કરી પટ્ટા અને ડંડા વડે માર મારી ને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. આવી જે ઘટનાઓ બને છે તેનો અંત આવે અને આવી બનનારી ઘટનાઓ પર સરકાર એકદમ ઘોડાસ્પીડે કાર્યવાહી કરે અને આવું કૃત્ય કરનારા લોકોને સજા કરે અને એવી સજા કરવામાં આવે કે બીજા લોકો આવુ કૃત્ય કરવાની હિંમત પણ ન કરી શકે આ ઘટના ને પગલે નસવાડી ખાતે આદિવાસી સંગઠન ના લોકોએ ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો બીજુ કે મણીપુરમાં મહિલાઓને નગ્ન કરી જે જાહેરમાં ધોળા દિવસે એમને પરેડ કરાવવામાં આવી બળાત્કાર ગુજારવામાં આવ્યો આ ખરેખર નિંદનીય બાબત છે એટલા માટે આદિવાસી સમાજે વિરોધ નોંધાવ્યો છે અને નસવાડી અને તણખલા ને બંધ રાખી આ બાબત સરકાર સુધી પહોંચે અને આવા પાપીઓને કડક માં કડક સજા ફટકારે તેવી માંગ કરવામાં આવી છે અને નસવાડી તથા તણખલાના આદિવાસી આગેવાનોએ ગામ લોકોનો આભાર માન્યો હતો. કારણ કે દરેક વેપારી અને દુકાનદારોએ સ્વેચ્છિક રીતે આ ઘટના ને લઈ આદિવાસીઓને સમર્થન આપ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button