નવી મુંબઈ આંતર રાષ્ટ્રીય એરપોર્ટ કાર્યરત થવાના આરે

નવી મુંબઈ આંતર રાષ્ટ્રીય એરપોર્ટ કાર્યરત થવાના આરે: પ્રથમ વાણિજ્યક ફ્લાઇટ પરીક્ષણમાં સફળ
ઇન્સ્ટ્રુમેન્ટ એપ્રોચ પ્રક્રિયાની માન્યતા અને વાણિજ્યક વિમાનનાટચડાઉનથી
DGCA દ્વારા એરોડ્રોમના લાઇસન્સ ક્લિયરન્સનો માર્ગ આસાન
ભારતના આંતર રાષ્ટ્રીય વિમાનના ઉડ્ડયનોની સેવાના ઇતિહાસમાં એક નવું પૃષ્ઠ ઉમેરાશે
નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ (NMIA) એ ભારતના ઉડ્ડયન ક્ષેત્રના સત્તાધિશોની હાજરીમાં તેની પ્રથમ વાણિજ્યક ફ્લાઈટની માન્યતા સંબંધી પરીક્ષણમાં સફળ થવા સાથે આ એરપોર્ટના કાર્યરત થવાની દીશામાં એક યાદગાર કદમ માંડ્યું છે.ઈન્ડિગો એરલાઈન્સનું A320 વિમાન સફળતાપૂર્વક નીચે ઉતર્યું હતું તે સાથે નવી મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરનો રનવે 08/26 ચેતનવંત થયો હતો. આ પ્રસંગ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના સંપૂર્ણ કાર્યરત થવા તરફના તેના પ્રયાણમાં એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ હતો. નવી મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટના બે ક્રેશ ફાયર ટેન્ડર (CFT) દ્વારા પરંપરાગત જળ સલામી આપવા સાથે વિમાનનું સ્વાગત કરવામાં આવ્યું ત્યારે નાગરિક ઉડ્ડયનના મહા નિર્દેશક એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, કસ્ટમ્સ, ઈમિગ્રેશન, CISF, CIDCO, IMD, BCAS, તેમજ અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ. ના વરિષ્ઠ અધિકારીઓ, અન્ય મુખ્ય હિતધારકો, આ નિર્ણાયક ક્ષણના સાક્ષી બન્યા હતા.જે વૈશ્વિક ઉડ્ડયન માટેના ધોરણો સાથે એરપોર્ટની સંલગ્નતાના સંરેખણનો સંકેત આપે છે.
અદાણી એરપોર્ટસ હોલ્ડિંગ્સ લિ.ના સી.ઇ.ઓ. શ્રી અરુણ બંસલે આ વેળા જણાવ્યું હતું કે નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે આ એક યાદગાર દિવસ છે. નિયમનકારોની માન્યતા પ્રાપ્ત કરવા માટેની પરીક્ષણ ફ્લાઇટની સફળ પૂર્ણતા એ એક મહા સીમાચિહ્નરૂપ બનવા સાથે અમે હવે દરેક તબક્કે સુરક્ષા અને સલામતીના આયામોને શિરમોર રાખીને એરપોર્ટને કાર્યરત કરવાના વધુ એક કદમની નજીક છીએ. આ તકે તેમણે DGCA અને માન્યતા ફ્લાઇટ ટ્રાયલને સફળ બનાવવામાં સામેલ તમામ એજન્સીઓનો આભાર માન્યો હતો. નવી મુંબઇ આંતર રાષ્ટ્રીય એરપોર્ટ ફક્ત વિશ્વ કક્ષાની ઉડ્ડયન સુવિધાઓ જ પૂૂરી નહી પાડે પરંતુ તે પ્રદેશના સર્વાંગી વિકાસની કાયાપલટ કરવામાં પણ સક્ષમ બનશે.
કોમર્શિયલ એરક્રાફ્ટનું રનવે પર ઉતરાણ એ નવી મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ઇન્સ્ટ્રુમેન્ટ એપ્રોચ પ્રોસિજર્સની સિંક્રોનાઇઝ્ડ કામગીરીને માન્ય કરવા સાથે સ્થાપિત કરે છે. આ કવાયતમાં ટેકનિકલ મૂલ્યાંકન તેમજ લેન્ડિંગ અને ટેક-ઓફ પ્રક્રિયાનો સમાવેશ થાય છે, જે એરપોર્ટ ચલાવવા માટે જરૂરી એવા DGCA દ્વારા ફ્લાઇટમાંથી એકત્રિત કરવામાં આવેલા ડેટાને માન્ય કરી અને NMIA માટે એરોડ્રોમ લાઇસન્સ પ્રાપ્ત કરવા માટેનો માર્ગ મોકળો કરે છે. સફળ ઉતરાણ બાદ NMIA ની પ્રસ્થાપિત ફ્લાઇટ પ્રક્રિયાઓ આંતરરાષ્ટ્રીય પ્રમોલગેશન માટે ઇલેક્ટ્રોનિક એરોનોટિકલ ઇન્ફોર્મેશન પબ્લિકેશન (eAIP) માં પ્રકાશિત કરવામાં આવશે.
માન્યતા માટેની ફ્લાઇટના ઉતરાણ અગાઉ NMIA એ ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ (ILS) અને પ્રિસિઝન એપ્રોચ પાથ ઇન્ડિકેટર (PAPI) નું સફળતાપૂર્વક ફ્લાઇટ કેલિબ્રેશન કરી ફ્લાઇટના આગમન માટે એરપોર્ટને સજ્જ કરવા માટે ઇન્સ્ટ્રુમેન્ટ અભિગમ પ્રક્રિયાઓનો મુસદ્દો તૈયાર કર્યો હતો.
11 ઑક્ટોબર 2024ના રોજ ભારતીય વાયુસેનાના એક વિશાળ મલ્ટી-રોલ ટેક્ટિકલ એરલિફ્ટર C-295નું ઉદઘાટકીય ઉતરાણ થયું હતું. જે ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટના વિકાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, આ એરપોર્ટ 2025ની શરૂઆતમાં કાર્યરત થવાની સાથે ભારતના આંતર રાષ્ટ્રીય વિમાનના ઉડ્ડયનોની સેવાના ઇતિહાસમાં એક નવું પૃષ્ઠ ઉમેરાશે.