લાઈફસ્ટાઇલ

હવે સુરતમાં પણ મળશે ફ્રેન્ક્સ હોટ ડોગ, 10 ફેબ્રુઆરીએ નવા આઉટલેટનું ભવ્ય ઉદઘાટન

હવે સુરતમાં પણ મળશે ફ્રેન્ક્સ હોટ ડોગ, 10 ફેબ્રુઆરીએ નવા આઉટલેટનું ભવ્ય ઉદઘાટન
સિગ્નેચર ગોર્મેટ હોટ ડોગ્સ, ક્રિસ્પી ચિકન પોપ્સ, ગ્રીલ્ડ ચીઝ સેન્ડવીચ સહિતના અનેક સ્વાદિષ્ટ ફૂડનો આનંદ માણી શકાશે
સુરત, ગુજરાત: સુરત, તૈયાર થઈ જાઓ! સ્વાદિષ્ટ હોટ ડોગ્સ, લોડેડ ફ્રાઈસ અને પ્રીમિયમ ફાસ્ટ ફૂડ માટે ભારતભરમાં જાણીતું ફ્રેન્ક્સ હવે પોતાનો સ્વાદ ચખાડવા માટે આવી રહ્યું છે ડાયમંડ સિટીમાં. આ આઉટલેટનું 10 ફેબ્રુઆરી 2025ના રોજ ગુજરાતના સુરતમાં ભરથાણાના સંગિની ઇવોક, વીઆઇપી રોડ ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
આ વિસ્તરણ ફ્રેન્ચાઇઝ ઇન્ડિયાની આંતરરાષ્ટ્રીય વ્યાપાર શાખા, ફ્રાન્કગ્લોબલ સાથે વર્ષની શરૂઆતમાં હસ્તાક્ષર કરાયેલા મહત્વાકાંક્ષી માસ્ટર ફ્રેન્ચાઇઝ કરારનો એક ભાગ છે, જે ફ્રેન્ક્સની વૃદ્ધિ વ્યૂહરચનામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. ફ્રાન્કગ્લોબલ સાથેના સહયોગમાં બ્રાન્ડનું લક્ષ્ય આગામી પાંચ વર્ષમાં સમગ્ર ભારતમાં 300 આઉટલેટ શરૂ કરવાનું છે. જેમાંથી પહેલા 100 માત્ર 18 મહિનાની અંદર જ શરૂ કરવામાં આવશે.
સુરત આઉટલેટનું નેતૃત્વ મોહિત બાબરિયા અને અંકુર નાસિત કરશે, જેઓ શહેરમાં ફ્રેન્ક્સના સિગ્નેચર સ્વાદ અનેઅસાધારણ ભોજનનો અનુભવ લાવવા માટે ઉત્સુક અને ઉત્સાહી આંત્રપ્રિન્યોર છે. ઉચ્ચ-ગુણવત્તાવાળા ઘટકો પ્રત્યેની તેની અતૂટ પ્રતિબદ્ધતા, સર્જનાત્મક મેનુ અને સુંદર વાતાવરણ સાથે ફ્રેન્ક્સ એ સમગ્ર ભારતમાં ફૂડ લવર્સના દિલ જીતી લીધા છે. સુરતમાં તેની શરૂઆત થવી તે પણ એક મોટી સફળતા છે.
નવીન સ્વાદો પ્રત્યેના પ્રેમ સાથે, સુરત ફ્રેન્ક્સ માટે વૈશ્વિક સ્તરે પસંદ કરાતા મેનુ રજૂ કરવા માટે એક આદર્શ સ્થાન છે. આ નવું આઉટલેટ સિગ્નેચર ગોર્મેટ હોટ ડોગ્સ, ક્રિસ્પી ચિકન પોપ્સ, ગ્રીલ્ડ ચીઝ સેન્ડવીચ અને તાજગીભર્યા કોલ્ડ ડ્રિંક્સ પીરસશે, જેમાં ક્લાસિક સ્વાદ અને ભારતીય-પ્રેરિત ટ્વિસ્ટનું સંયોજન જોવા મળશે.
ફ્રેન્ચાઇઝ ઇન્ડિયાના ચેરમેન ગૌરવ માર્યાએ પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “ફ્રેન્ક્સ તેની અનોખી ઓફર અને શ્રેષ્ઠ ગુણવત્તા સાથે ભારતના ફાસ્ટ-ફૂડ મામલે ક્રાંતિ લાવી રહ્યું છે. સુરતમાં અમારું વિસ્તરણ દેશના ખૂણે ખૂણે સ્વાદિષ્ટ ફાસ્ટ ફૂડ પહોંચાડવાના અમારા મિશનનો પુરાવો છે. અમને વિશ્વાસ છે કે સુરતના ફૂડ લવર્સ ફ્રેન્ક્સને ખૂબ જ ઉત્સાહથી સ્વીકારશે.“

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button