બાળકો અને માતાઓની તંદુરસ્તી જળવાઈ રહે તે માટે પૌષ્ટિક આહારની માહિતી આપવામાં આવી
માંગરોળ તાલુકા ખાતે પોષણ માસની ઉજવણી
સુરતઃસોમવારઃ- રાજય સરકાર દ્વારા સમગ્ર રાજયમાં પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે માંગરોળ તાલુકા પ્રોગ્રામ ઓફિસર માધુરી ગુપ્તાના માર્ગદર્શન હેઠળ માંગરોળ તાલુકા ખાતે પોષણ માસ ઉજવણી અંતર્ગત તા:૧૦થી તા.૧૭મી સપ્ટે. દરમિયાન માંગરોળ-૧ અને ૨માં આંગણવાડી કક્ષાએ ‘પોષણ ભી પઢાંઇ ભી’(PBPB), મિશન લાઈફ દ્વારા પોષણમાં સુધારો કરવાના હેતુ સાથે આંગણવાડી ખાતે જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં રેઇનવોટર હાર્વેસ્ટિગ દ્વારા પાણીનુ સંરક્ષણ, પોષણ વાટિકાને પ્રોત્સાહન થીમ આધારિત ECCE દ્વારા લર્નિગ કોર્નર્સને પ્રોત્સાહન તથા ગૃહની મુલાકાતો લઇને વાલીઓને પોષણ વિશે જાગૃત કરાયા હતા.
CMTCમાં અતિકુપોષિત બાળકોની મુલાકાત કરી વાલીઓ સાથે મુલાકાત લઈને આંગણવાડી ખાતે બાળકોનું હેલ્થ ચેક અપ કરાયું હતું. શ્રી અન્ન (મિલેટ્સ)માંથી મળતા પોષણ તત્વો અને તેના ગુણધર્મોથી થતા ફાયદા વિેશે સમજ અપાઈ હતી. આ ઉપરાંત આંગણવાડીમાં બાલશક્તિમાંથી અલગ અલગ વાનગી બનાવીને બાળકને ખવડાવે અને કેન્દ્ર પર દૂધ સંજીવની યોજના અંતર્ગત બાળકોને દૂધ પીવડાવવા અંગે બાળકોની માતાઓને સમજ આપી હતી. સમગ્ર સપ્તાહ દરમિયાન અન્તુબેન ગામીત, દિશાબેન, ટીનાબેન ચૌધરી, નિશાબેન વસાવા તેમજ મુખ્ય સેવિકાઓએ આંગણવાડીઓ ખાતે પોષણ સપ્તાહ ઉજવણીને સફળ બનાવી હતી.