એમબીબીએસમાં ફી વધારાનો વાલીઓ, વિદ્યાર્થીઓનો વિરોધ
Surat News: સુરત કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરી સરકાર દ્વારા GMERS કોલેજો માં અસહય ફી વધારો કર્યો હોવાનો આરોપ જેના કારણે મધ્યમ વર્ગના વિધ્યાર્થીઓ માટે MBBS નો અભ્યાસ કરવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અત્યાર સુધી જે ગવર્મેન્ટ કોટાની ફી ૩.૩૦ લાખ હતી તે વધારીને ૫.૫૦ લાખ કડવામાં આવી અને મેનેજમેન્ટ કોટાની ફી રૂ.૯.૦૦ લાખ હતી તે વધારીને રૂ. ૧૭.૦૦ લાખ કરી છે. જે મધ્યમ વર્ગ અને ગરીબો માટે ભરવી અશકય છે. એક તો આ વર્ષ દરમિયાન NEET ની EXAM માં થયેલ ગેરરીતી થઈ છે જેના કારણે જે કટ ઓફ મેરીટ ઘણું ઉંચુ ગયુ છે. એનો ન્યાય હજુ સુધી વિધ્યાર્થી ઓને મળ્યો નથી ત્યાં આ ફી વધારો જખમ પર નમકનું કામ કરે છે. એક તો આજના સમય પ્રમાણે ડોકટરોની માંગ વધી છે. ત્યારે સરકાર સરકારી શીટ વધારવાની જગ્યાએ ફી વધારીને એવુ સાબિત કરવા માંગે છે. કે ડોકટર બનવાનો હક ગરીબો કે મધ્યમ વર્ગ માટે નથી પરંતુ અમીરો માટે છે. ગરીબો અને મધ્યમ વર્ગ ના વિધ્યાર્થી પણ ડોકટર બની શકે અને સમાજને તંદુરસ્ત બનાવવા ની પોતાની ફરજ અદા કરી શકે આ તૌંતિંગ ફી વધારો રદ કરવા માંગ કરાય ગયા છે અને વર્ષ જેટલી જ ફી રાખવા અનુરોધ કરાયો છે.