આ ફિલ્મ બાદ કરીના કપૂર ખરાબ રીતે તૂટી ગઈ હતી, 6 મહિના સુધી રહી હતી ડિપ્રેશનમાં

બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂરે પોતાના કરિયરમાં ઘણી શાનદાર ફિલ્મો કરી છે. સિલ્વર સ્ક્રીન પર પૂ, ગીત અને માયા જેવા પાત્રોને શાનદાર રીતે નિભાવનાર કરીના કપૂર તેની એક ફિલ્મ બાદ ડિપ્રેશનમાં જતી રહી હતી. કરીના કપૂરે પોતે એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે, આ એક ફિલ્મ ફ્લોપ થયા બાદ તે છ મહિના સુધી ડિપ્રેશનમાં હતી. કરીના કપૂરે કહ્યું હતું કે, તેને ‘ટશન’ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. સૈફ અલી ખાન સાથેની આ ફિલ્મ માટે તેણે ઘણું વજન ઘટાડ્યું હતું. મેં આ પ્રોજેક્ટને પડકાર તરીકે લીધો. આવી સ્થિતિમાં, જ્યારે ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ ત્યારે તે ખૂબ જ નિરાશ થઈ ગઈ હતી.
કરીના કપૂરે જણાવ્યું હતું કે, આ સમય દરમિયાન તે ‘જબ વી મેટ’માં તેના પાત્ર ગીત સાથે ખૂબ જ અટેચ થઈ ગઈ હતી. તેણે કહ્યું, “મારા માટે પ્રોફેશનલી અને પર્સનલી તે મુશ્કેલ હતું. કારણ કે, તમે જોશો કે ‘જબ વી મેટ’ના બીજા ભાગમાં ગીતના પાત્રે કેવી રીતે વળાંક લીધો, તો ફિલ્મના નિર્માણ દરમિયાન મારા જીવનમાં ઘણી બધી વસ્તુઓ બદલાઈ ગઈ.” કરીનાએ કહ્યું કે, તેની બધી આશાઓ ‘ટશન’ પર હતી પણ જ્યારે ફિલ્મ નિષ્ફળ ગઈ, ત્યારે તે છ મહિના સુધી હતાશ રહી.
જ્યારે ‘ટશન’ ફ્લોપ થઈ ત્યારે લોકોએ કહ્યું હતું કે, આ ફિલ્મ આગળ જતા એવી જ બની ગઈ જેવી હું હતી તો હું તૂટી ગઈ હતી. હું લગભગ છ મહિના સુધી ડિપ્રેશનમાં રહી. મને વિશ્વાસ નહોતો આવતો કે આવું થયું છે.’ ઉલ્લેખનીય છે કે, કરીના કપૂર અને સૈફ અલી ખાન સિવાય અક્ષય કુમાર અને અનિલ કપૂર પણ ‘ટશન’માં હતા.
કરીના કપૂરે વર્ષ 2000માં અભિષેક બચ્ચન સાથે ફિલ્મ ‘રેફ્યુજી’થી ડેબ્યૂ કર્યું હતું. આ પછી કરીનાએ ‘મુઝે કુછ કહના હૈ’, ‘યાદેં’, ‘અજનબી’, ‘અશોકા’, ‘કભી ખુશી કભી ગમ’, ‘મુઝસે દોસ્તી કરોગે’, ‘જીના મેરે કે લિયે’, ‘તલાશ’, ‘ખુશી’, ‘મૈં પ્રેમ કી દિવાની હૂં’, ‘એલઓસી કારગિલ’, ‘ચમેલી‘, ‘દેવ’, ‘યુવા’, ‘ફિદા’, ‘ઐતરાઝ’, ‘હસ્ટલ’, ‘બેવફા’, ‘36 ચાઇના ટાઉન’, ‘ચૂપ ચૂપ કે’, ‘ઓમકારા’, ‘ડોન’ જેવી ઘણી ફિલ્મો કરી. આમાંથી કેટલીક ફિલ્મો હિટ અને કેટલીક ફ્લોપ રહી હતી.