દેશ

જેન એઆઈ દ્વારા પાવર્ડ કન્વર્સેશનલ કોમર્સ વેપારો માટે વૃદ્ધિની નવી લહેર લાવશેઃ બેઈન એન્ડ કંપની- મેટા રિપોર્ટ

Gujarat -મોટા અને નાના ઉદ્યોગો દ્વારા કન્વર્સેશનલ મેસેજિંગ મંચો અપનાવવાનું વધ્યું હોવાથી જનરેટિવ એઆઈની પરિવર્તનકારી શક્તિ વેપારોને પારંપરિક કન્વર્સેશનલ કોમર્સ તરફ દોરી રહી છે. બેઈન એન્ડ કંપની તથા મેટા દ્વારા આજે જારી કરાયેલા વિન વિથ કન્વર્સેશન્સ રિપોર્ટ અનુસાર સર્વે કરાયેલા 70 ટકા ઉદ્યોગો કન્વર્સેશનલ મંચોનો ઉપયોગ કરીને તેમના અડધોઅડધ ગ્રાહક મૂળ સાથે સહભાગી થઈ ચૂક્યા છે. ઉપરાંત સર્વે કરાયેલા 60 ટકા મોટા ઉદ્યોગો આગામી 3-4 વર્ષમાં તેમનો કન્વર્સેશનલ પ્રવાસ પર ખર્ચ વધારવા માગે છે.આ રિપોર્ટ અંતિમ ઉપભોક્તાઓ (ગ્રાહકો) અને વેપારોના સર્વે પર આધારિત છે, જે ઉદ્યોગો, નાના વેપારો અને ડિજિટલ ઉપભોક્તાઓમાં કન્વર્સેશનલ પ્રવાસમાં ઈનસાઈટ્સ આપે છે.

ભારતમાં મેટાના હેડ અને વીપી સંધ્યા દેવનાથને જણાવ્યું હતું કે, “વ્હોટ્સએપ પર બિઝનેસ મેસેજિંગ અપનાવવાનું વધ્યું હોવાથી અમે વેપારોને મજબૂત હાજરી સ્થાપિત કરવા, તૈયાર મેસેજિંગ સાથે યોગ્ય દર્શકો સાથે જોડાણ કરવા અને ઉચ્ચ ગ્રાહક સહભાગ અને રોકાણો પર વળતરોમાં પરિવર્તિત કરતા સહભાગી ઈન-થ્રેડ અનુભવો પ્રદાન કરવા વેપારો માટે ટૂલ્સ અને સોલ્યુશન્સમાં રોકાણ કરી રહ્યા છીએ. જેન એઆઈ આ ધ્યેયમાં મધ્યવર્તી રહેશે અને ખાસ કરીને ભારતમાં તેની વિશાળ સંભાવનાનો લાભ લેતાં નાના વેપારો સહિત સર્વ આકારના વેપારોને સશક્ત બનાવશે. આગામી દાયકામાં સર્વ આકારના વેપારો કઈ રીતે સંચાલન કરે છે તેમાં ક્રાંતિ લાવવા માટે ખાસ કરીને જનરેટિવ એઆઈ એવી ટેકનોલોજી માટે અજોડ તક પ્રસ્તુત કરે છે. અમે વૃદ્ધિ અને સહભાગ વધારતા વેપારો અને ગ્રાહકો વચ્ચે અંતર દૂર કરવા માટે અમારા મંચ પર વધુ ક્ષમતાઓ ઉમેરવા માટે ભારપૂર્વક કટિબદ્ધ છીએ.”

બેઈન એન્ડ કંપનીના પાર્ટનર અર્પણ સેઠે જણાવ્યું હતું કે, “હાલમાં સોશિયલ મિડિયા પર સક્રિય 650 મિલિયન ભારતીયોમાંથી ફક્ત 200 મિલિયન ઓનલાઈન શોપિંગ કરે છે ત્યારે જેન એઆઈ- પાવરડ કન્વર્સેશનલ મેસેજિંગ મંચોમાં ઈકોમર્સમાં આગામી 450 મિલિયન ગ્રાહકોને લાવવાની સંભાવના છે. અમે આ મંચો પર પરિપૂર્ણ પ્રવાસ વધારવા માટે જનરેટિવ એઆઈમાં વેપારો દ્વારા વધતા ખર્ચ અને રોકાણ સાથે રોજનાં કામો માટે કન્વર્સેશનલ મંચોનો લાભ લેવા માટે ઉપભોક્તાઓની અગ્રતા વધી રહેલી જોઈ રહ્યા છીએ. અમારી અપેક્ષામાં નાના અને મોટા વેપારો ગ્રાહક સહભાગમાં નવો દાખલો બેસાડવા અને સ્પર્ધાત્મક લાભ લેવા માટે કન્વર્સેશનલ કોમર્સ સાથે અજમાયશ કરવાન અપેક્ષા રાખીએ છીએ.”

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button