આરોગ્ય

નિધીઝ યોગા હબ દ્વારા અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે “યુનાઈટ ફ્યુઝન યોગાસના ફેસ્ટ- 24” યોજાશે

• 16મી જૂન- રવિવારના રોજ ઇન્ટરનેશનલ યોગા ડે માટેનું પ્રિ- સેલિબ્રેશન યોજાશે • અમદાવાદના 250થી વધુ વિઝિટર્સ અને નિધીઝ યોગા હબના 350થી વધુ મેમ્બર્સ લાઈવ યોગા પરફોર્મ કરશે

અમદાવાદ : 21મી જૂને ઇન્ટરનેશનલ યોગા ડે સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવી રહ્યો છે ત્યારે અમદાવાદની જાણીતી સંસ્થા નિધીઝ યોગા હબ દ્વારા 10માં ઇન્ટરનેશનલ યોગા ડેનું પ્રિ- સેલિબ્રેશન કરવામાં આવશે. નિધીઝ યોગા હબ દ્વારા “યુનાઇટ ફ્યુઝન યોગાસના ફેસ્ટ – 24” 16મી જૂન, 2024- રવિવારના રોજ સવારે 6-00 કલાકેથી 9-00 કલાક સુધી અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ- સરદાર બ્રિજ ખાતે યોજાશે. આ યોગાફેસ્ટમાં અમદાવાદના 250થી વધુ વિઝિટર્સ તથા નિધીઝ યોગા હબના 350થી વધુ મેમ્બર્સ ભાગ લેશે અને લાઈવ યોગા પરફોર્મ કરશે. આ યોગાફેસ્ટમાં કોઈપણ વ્યક્તિ ભાગ લઇ શકે છે. “યુનાઇટ ફ્યુઝન યોગાસના ફેસ્ટ – 24″નો મુખ્ય હેતુ લોકો એકસાથે આવે અને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થાય તે છે.રજિસ્ટ્રેશન માટે આ લિંક પર ક્લિક કરો – https://www.nidhiyogahub.com/

આ અંગે નિધીઝ યોગા હબના ફાઉન્ડર અને ઓનર નિધી મહેતા એ જણાવ્યું હતું કે, “ઇન્ટરનેશનલ યોગા ડે શરૂ થયા બાદ ગ્લોબલ લેવલ સુધી તેનું મહત્વ ઘણું જ વધ્યું છે. 15થી લઈને 60 ટકા લોકો યોગ તરફ વળ્યા છે. જેમાં યોગ એઝ અ કરિયરથી લઈને ફિટનેસ વગેરે બાબતે યોગનું મહત્વ વધ્યું છે. અમદાવાદીઓ પણ યોગ પ્રત્યે આકર્ષિત થયા છે. આ યોગાફેસ્ટ દ્વારા લોકોમાં યોગા પ્રત્યે જાગૃતતા આવે અને ફક્ત એક જ દિવસ માટે નહિ પરંતુ પોતાના રોજબરોજના નિત્યક્રમમાં પણ યોગને સમાવે તેનો સંદેશ આપવા માંગીએ છીએ. આજે યોગા દ્વારા લોકો પોતાની કારકિર્દી પણ ઘડી રહ્યાં છે.”

નિધીઝ યોગા હબની વાત કરીએ તો 8 વર્ષ અગાઉ માત્ર 10 સ્ટુડેન્ટ્સ સાથે અમદાવાદમાં મણિનગર ખાતે આ સંસ્થાની શરૂઆત કરવામાં આવી હતી અને આજે મણિનગરની સાથે નારણપુરા શાખા પણ સફળતાપૂર્વક ચાલી રહી છે અને 700થી વધુ લોકો યોગની તાલીમ લઇ રહ્યાં છે. નિધીઝ યોગા હબ ખાતે  વિવિધ યોગ કાર્યક્રમો અને અભ્યાસક્રમો ઓફર કરવામાં આવે છે. તેમના કેટલાક મુખ્ય અભ્યાસક્રમો- પ્રારંભિક બિગેનર્સ યોગા, ઇન્ટરમીડિએટ  યોગા , એડવાન્સ યોગા, વેટ લોસ,  યોગા ટીચર ટ્રેનિંગ કોર્સ (YTTC), પ્રિ-પોસ્ટ-નેટલ યોગ વગેરેનો સમાવેશ થાય છે. તેમની પાસે 30+ અનુભવી અને વ્યાવસાયિક રીતે પ્રશિક્ષિત યોગ શિક્ષકોનો સમૂહ છે. તેઓ કોર્પોરેટ જીવન માટે જરૂરી એવા તમામ પ્રકારના યોગ કરવા માટે વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને તાલીમ આપવા માટે શ્રેષ્ઠ યોગ કૌશલ્ય ધરાવે છે.

નિધીઝ યોગા હબના ફાઉન્ડર અને ઓનર નિધી મહેતા યોગા ક્ષેત્રે નેશનલ ચેમ્પિયનશિપ જજ પેનલ, ક્વોલિટી માર્ક એવોર્ડ, સ્ટેટ નેશનલ ચેમ્પિયનશિપ, યંગ સ્ટાર એવોર્ડ વગેરે સિદ્ધિઓ મેળવી ચૂક્યા છે. આ પ્રકારના યોગાફેસ્ટની સાથે સાથે તેઓ વિવિધ યોગા કાર્યક્રમોનું આયોજન પણ કરે છે કે જેનો મુખ્ય હેતુ દરેક ઉંમરના લોકો યોગા પ્રત્યે જાગૃત થાય અને લોકોના જીવનમાં હકારાત્મક પ્રભાવ પડે તે માટેનો છે.

રજિસ્ટ્રેશન માટે આ લિંક પર ક્લિક કરો –  https://www.nidhiyogahub.com/

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button