ગુજરાત

પીસાઈ ગામે વિનુકાકાની આગેવાનીમાં શાળાના બાળકોની ભવ્ય એકતા યાત્રા નીકળી

પીસાઈ ગામે વિનુકાકાની આગેવાનીમાં શાળાના બાળકોની ભવ્ય એકતા યાત્રા નીકળી

તારીખ 15 ડિસેમ્બર 2024 વિનુભાઈ પટેલે ગામને ઉભા સરદાર પટેલની પ્રતિમા અર્પણ કરી હતી

શિનોર બોર્ડર પર આવેલા ડભોઇ તાલુકાના પીસાઈ ગામે તારીખ 31 ઓક્ટોબર 2026 ના રોજ ગામના વડીલ વિનુભાઈ નથ્થુભાઈ પટેલ તથા સરપંચ રજનીશભાઈ, પ્રાથમિક શાળા ના આચાર્ય સર્વોદય વી. પાટીદાર સહિત ગ્રામજનો અને બાળકો દ્વારા હાથમાં તિરંગો અને સરદાર પટેલના ગુણ ગાતા વિવિધ પ્લે કાર્ડ સાથે ભવ્ય એકતા યાત્રા કાઢવામાં આવી હતી, જે આખા ગામમાં ફરીને ગામની ભાગોળે આવેલ સંપૂર્ણ ઉભા કદના સરદાર વલ્લભભાઈ પટેલ,જે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરીકે ઓળખાય છે જે પીસાઈ ગામની શાન છે, આ પ્રતિમાને વીનુભાઈ નથ્થુભાઈ પટેલ તરફથી ગામને અર્પણ કરવામાં આવી હતી, ત્યાં વિનુકાકા તથા મહેમાનોના હસ્તે પુષ્પમાળાઓ ચડાવવામાં આવી હતી. અને ત્યારબાદ શાળાના કમ્પાઉન્ડમાં વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીનો લાઈવ કાર્યક્રમ સામૂહિક રીતે જોવામાં આવ્યો હતો,તથા તમામ બાળકોને બિસ્કીટ નો નાસ્તો આપવામાં આવ્યો હતો. એકતા યાત્રા દરમિયાન સમગ્ર ગામમાં એકતાના સ્વયં દર્શન થઈ રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button