ગિરીમથક સાપુતારામાં પ્રવાસીઓ ઉમટી પડતા હોટલો પર હાઉસફુલના પાટિયા, સ્થાનિકો રોજગારીથી ખુશખુશાલ
સેહનાણીયોના ધસારાથી ઠેરહેર ટ્રાફિક જામના દ્રશ્યો

Saputara News: ગિરીમથક સાપુતારામાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા હોટલોમાં હાઉસફૂલના પાટીયા લાગી ગયા છે. ખાસ કરીને રજાના દિવસો હોય મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા ઠેરઠેર ટ્રાફિક જામ થયો હતો. સાપુતારામાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓ હાલના ટૂંકા
દિવસોમાં જ સહેલગાહે આવીને આનંદ લૂંટ્યો હતો. પર્યટક મુકુંદ ભાઈ એજણાવ્યું હતું કે, અહીં સાપુતારાનું વાતાવરણ ખૂબ જ આહલાદક છે. ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. અહીં જમ્મુ-કાશ્મીર જેવો નજારો જોવા મળ્યો છે. ખાસ કરીને ધુમ્મસિયા વાતાવરણથી આનંદ બેવડાઇ જાય છે. આ ઉપરાંત ડાંગ જિલ્લાના જોવા લાયક સ્થળો જેવા કે સબરીધામ, વઘઈ ગીરાધોધ, ગિરમાળ ધોધ વગેરે વિસ્તારમાં પણ હવે પ્રવાસીઓ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. જેથી સ્થાનિકોને રોજગારી પણ ઉભી થતા ખુશખુશાલ જોવા મળ્યા હતા.સાપુતારામાં સહેલાણીઓ ઉમટી પડતા જયા ને ત્યા વાહન પાર્કિગ ફુલ થઈ ગયું હતું.
આજ રોજ ગિરિમથક સાપુતારા સહીત ગીરાધોધ , ડોન માયાદેવી ,શબરી ધામ , સહીત પ્રાકૃતિક સ્થળોએ પ્રવાસીઓની ચિક્કાર જન મેદની ઉમટી પડી હતી .
ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદી હેલી બાદ પ્રાકૃતિક સૌંદર્ય સોળેકળાએ ખીલી ઉઠ્યું હતું . રવિવારે સાપુતારા સહીત વઘઇ નજીક ગીરાધોધ , માયાદેવી , અંજનીકુંડ , પાંડવ ગુફા , ડોન વિસ્તારના પ્રાકૃતિક સ્થળોએ પ્રવાસીઓની ચિક્કાર ગીર્દી જામી હતી . ગિરિમથક સાપુતારા ખાતે પ્રવસળીઓની ભીડ ને પગલે વાહનોનો ખડકલો થઈ જતા ટ્રાફિક જામ ની સમસ્યા ઉભી થઈ હતી .સાપુતારા માલેગામ ઘાટમાં માલવાહક ટ્રક ખોટકાય જતા આખો દિવસ ટ્રાફિક જામ રહ્યો હતો . તંત્ર પાસે ક્રેઈન ની વ્યવસ્થા ન હોય માર્ગ વચ્ચે ખોટકાયેલ ટ્રક હટાવી ન સકતા લાચાર બન્યા હતા .ગિરિમથક સાપુતારા ખાતે વાહનો માટે પાર્કિંગ હસુસફુલ થતા પ્રવાસીઓને માર્ગો ઉપર વાહન પાર્ક કરવા ની નોબત ઉભી થતા તંત્ર ની પ્રવાસીઓને સુવિધા પુરી પાડવા ઉણી ઉતરી હોય તેમ જણાય રહ્યું છે . સ્વાગત સર્કલ થી આનંદો સર્કલ અને સ્વામી નારાયણ મંદિર માર્ગ થી ટેબલ પોઇન્ટ પર જતા માર્ગો વાહનોથી ઉભરાઈ ઉઠ્યા હતા .તેમજ બોટિંગ , એડવેન્ચર એક્ટિવિટી , સનસેટ પોઇન્ટ પર પ્રવાસીઓની ચિક્કાર ગીર્દી થી સ્થાનિકો ને રોજગારી ની તકો મળી હતી
ગિરીમથક સાપુતારામાં પ્રવાસીઓ ઉમટી પડતા હોટલો પર હાઉસફુલના પાટિયા, સ્થાનિકો રોજગારીથી ખુશખુશાલ
ગિરીમથક સાપુતારામાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા હોટલોમાં હાઉસફૂલ ના પાટીયા લાગી ગયા છે. ખાસ કરીને રજાના દિવસો હોય મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા ઠેરઠેર ટ્રાફિક જામ થયો હતો. સાપુતારામાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓ હાલના ટૂંકા દિવસોમાં જ સહેલગાહે આવીને આનંદ લૂંટ્યો હતો. પર્યટક નીલભાઈએ જણાવ્યું હતું કે, અહીં સાપુતારાનું વાતાવરણ ખૂબ જ આહલાદક છે. ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે.અહીં જમ્મુ-કાશ્મીર જેવો નજારો જોવા મળ્યો છે. ખાસ કરીને ધુમ્મસિયા વાતાવરણથી આનંદ બેવડાઇ જાય છે. આ ઉપરાંત ડાંગ જિલ્લાના જોવા લાયક સ્થળો જેવા કે સબરીધામ, વઘઈ ગીરાધોધ, ગિરમાળ ધોધ વગેરે વિસ્તારમાં પણ હવે પ્રવાસીઓ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. જેથી સ્થાનિકોને રોજગારી પણ ઉભી થતા ખુશખુશાલ જોવા મળ્યા હતા.
સાપુતારામાં સહેલાણીઓ ઉમટી પડતા જયા ને ત્યા વાહન પાર્કિગ ફુલ થઈ ગયું હતું.