ગુજરાત
વડાપ્રધાન અને સ્પેનના રાષ્ટ્રપતિને બાળકીએ આપી ખાસ ભેટ

વડાપ્રધાન અને સ્પેનના રાષ્ટ્રપતિને બાળકીએ આપી ખાસ ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝના રોડ શો દરમિયાન આજે વડોદરામાં એક અનોખી ઘટના જોવા મળી હતી. જ્યારે વડાપ્રધાન મોદીએ રસ્તા પર એક વિકલાંગ બાળકીએ બનાવેલો સ્કેચ જોયો તો તેમણે તરત જ પોતાનો કાફલો રોકી લીધો. વડાપ્રધાન મોદી અને તેમની સાથે સ્પેનના વડાપ્રધાન પણ તેમની કારમાંથી નીચે ઉતર્યા અને તેનો આભાર માન્યો હતો.