સેમસંગએ સ્માર્ટ ટીવી અને સ્માર્ટ મોનીટર્સ માટે સેમસંગ એજ્યુકેશન હબ ઍપમાં EMBIBEના AI-થી સજ્જ લર્નીંગ પ્લેટફોર્મને સમાવ્યુ

સેમસંગએ સ્માર્ટ ટીવી અને સ્માર્ટ મોનીટર્સ માટે સેમસંગ એજ્યુકેશન હબ ઍપમાં EMBIBEના AI-થી સજ્જ લર્નીંગ પ્લેટફોર્મને સમાવ્યુ
આ સહયોગનો હેતુ CBSE, ICSE, IB, કેમ્બ્રિજ, દરેક રાજ્યના બોર્ડઝ, JEE અને NEET વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સાધનોમાં ટીવીને પ્રસ્થાપિત કરવાનો હેતુ છે.
EMBIBEનો સમાવેશ વિદ્યાર્થીઓને સંકેતો અને ઉકેલો સાથે એવોર્ડ વિજેતા 3D એક્સપ્લેઇનર્સ અને અંગત અપનાવી શકાય તેવી પ્રથાઓના વ્યાપક સંગ્રહમાં ઍક્સેસ આપશે
સેમસંગ એજ્યુકેશન હબ ઍપ સેમસંગના દરેક સ્માર્ટ ટીવી અ સ્માર્ટ મોનીટર્સ પર ઉપલબ્ધ છે, જે દરેક વાર્ષિક સબસ્ક્રિપ્શન્સ EMBIBE પ્રોફાઇલદીઠ વિશિષ્ટ 50%નું ડિસ્કાઉન્ટ પ્રદાન કરે છે.
ગુરુગ્રામ, ભારત, 29 જાન્યુઆરી, 2025: ભારતની સૌથી મોટી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનીક્સ બ્રાન્ડ સેમસંગએ AIથી સજ્જ અંગત લર્નીંગ આઉટકમ્સ પ્લેટફોર્મ એવા EMBIBE સાથે ભાગીદારી કરી છે જેથી તેને સેમસંગ એજ્યુકેશન હબ ઍપમાં સમાવી શકાય. જેને ટીવી એજ્યુકેશન ઍપ માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ સહયોગ ટીવીને વિદ્યાર્થીઓ માટે અંગત શૈક્ષણિક અનુભવ પૂરા પાડતા અસરકારક શૈક્ષણિક ટૂલ્સ બનવામાં સહાય કરશે.
આ ભાગીદારી મારફતે, EMBIBE, સેમસંગ એજ્યુકેશન એજ્યુકેશન હબ ઍપના ભાગરૂપે, વિસ્તરિત શૈક્ષણિક કવરેજ પ્રદાન કરશે, CDSE, ICSE, IB, કેમ્બ્રિજ, દરેક રાજ્યના બોર્ડઝ અને મોટી પ્રવેશ પરીક્ષા જેમ કે IIT JEE અને NEET સહિતના દરેક મોટા અભ્યાસક્રમોને સમર્થન આપશે. વિદ્યાર્થીઓને એવોર્ડ વિજેતા, ઊંડાણવાળા 3D એક્સપ્લેઇનર વીડિયોના વિશાળ સંગ્રહથી લાભ થશે, જેને અત્યંત જટીલ વિષયોને સમજવા અને શીખવા માટે વધુ સામેલગીરી માટે સરળ બનાવવામાં આવ્યા છે.
“સેમસંગ એજ્યુકેશન હબ ઍપનો હેતુ ઘરોમાં ટીવીની ભૂમિકાને વિસ્તારવાનો છે, તેમજ તેને ફક્ત મનોરંજન માટેના હબ જ નહી પરંતુ ઓનલાઇન શિક્ષણ માટેના સરળ પ્લેટફોર્મ બનાવવાનો પણ છે. આ નવીન ‘ડિઝાઇન્-ફોર-ટીવી’ એજ્યુકેશન ઍપ ઓનલાઇન શિક્ષણ અનુભવમાં ક્રાંતિ લાવવા માટે સજ્જ છે, જે વ્યસ્ત અને દરેક માટે ઍક્સેસિબલ બનાવે છે. અમારુ વિઝન એવા ભવિષ્યનું સર્જન કરવાનું છે જ્યાં શિક્ષણની કોઇ સરહદ ન હોય અને જાણકારી પ્રાપ્ત કરવાનુ ફક્ત એક જ બટનના ક્લિકથી શક્ય બને,” એમ સેમસંગ ઇન્ડિયાના વિઝ્યૂઅલ ડીસ્પ્લે બિઝનેસીસના સિનીયર ડિરેક્ટર વિપ્લેશ ડાંગએ જણાવ્યુ હતુ.
“સેમસંગ ટીવી સાથેની અમારી ભાગીદારી સૌથી વિશ્વસનીય અને પ્રિય માધ્યમોમાંથી એક દ્વારા ખરેખર વ્યક્તિગત, આકર્ષક, શીખવાનો અનુભવ પહોંચાડવામાં એક મહત્વપૂર્ણ પ્રગતિ છે. સેમસંગે EMBIBE સાથે ભાગીદારી કરી છે કારણ કે અમે બે મહત્વપૂર્ણ પડકારો અદભુત ઇન્ટરેક્ટિવ, મલ્ટી-મોડલ સામગ્રી બનાવવી અને AI દ્વારા સંચાલિત ઊંડાણપૂર્વક વ્યક્તિગત અનુભવ દ્વારા તેને પહોંચાડવી તેનો ઉકેલ લાવ્યા છીએ. સેમસંગની નવીનતા અને EDTECHમાં EMBIBEની કુશળતા વચ્ચેનો તાલમેલ એક શક્તિશાળી સંયોજન છે જે શૈક્ષણિક શ્રેષ્ઠતા માટે એક નવું ધોરણ સ્થાપિત કરે છે, દરેક માટે પરિવર્તનશીલ શીખવાનો અનુભવ બનાવે છે.” એમ EMBIBEના સ્થાપક અને સીઇઓ અદિતી અવસ્થીએ જણાવ્યુ હતુ.
EMBIBEની ઓફરના કેન્દ્રમાં તેની વ્યક્તિગત, AI-સંચાલિત અપનાવી શકાય તેવી પ્રેક્ટિસ છે, જે દરેક વિદ્યાર્થીના શિક્ષણ સ્તરને અનુરૂપ છે. સેમસંગ એજ્યુકેશન હબ દ્વારા, વિદ્યાર્થીઓ EMBIBEના વિડિઓ-આધારિત શિક્ષણ સંસાધનો અને અંગ્રેજી, હિન્દી અને 10 મુખ્ય પ્રાદેશિક ભાષાઓમાં તેની AI-સંચાલિત અપનાવી શકાય તેવી પ્રેક્ટિસને ઍક્સેસ કરી શકશે, જે બે કરોડથી વધુ વિદ્યાર્થીઓના 10 વર્ષથી વધુ શૈક્ષણિક જોડાણ ડેટા દ્વારા સમર્થિત છે. તેઓ 54,000 પ્રેક્ટિસ ટેસ્ટમાંથી પસંદ કરી શકે છે અને વ્યક્તિગત સ્કોર-સુધારણા સુવિધાઓનો ઉપયોગ કરી શકે છે જે સુધારણા માટે ઉપયોગી આંતરદૃષ્ટિ પ્રદાન કરશે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓ ટીવી પર ખરીદેલા EMBIBE વાર્ષિક સબ્સ્ક્રિપ્શન પર સેમસંગના ફ્લેટ 50%ના વિશિષ્ટ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકે છે.
EMBIBE કન્ટેન્ટ 2024ના દરેક સેમસંગ ટીવી અને સ્માર્ટ મોનિટર પર ઉપલબ્ધ થશે અને ધીમે ધીમે અગાઉના મોડેલો પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. EMBIBEના હાલના સબ્સ્ક્રાઇબર્સ, જેમની પાસે સેમસંગ ટીવી છે, તેઓને અને સાથે સાથે પ્લેટફોર્મ પર સબ્સ્ક્રાઇબ કરવા માંગતા સેમસંગ ટીવી વપરાશકર્તાઓ પણ આ સમૃદ્ધ શૈક્ષણિક સામગ્રીનો સરળ લોગિનનો અને ઍક્સેસ હશે. આ વર્ષની શરૂઆતમાં, સેમસંગે 2023 અને 2024 સેમસંગ ટીવી પર સેમસંગ એજ્યુકેશન હબ માટે અગ્રણી એડ-ટેક પ્લેટફોર્મ, ફિઝિક્સ વાલ્લાહ સાથે જોડાણ કર્યું હતું..