સેમસંગ દ્વારા ઓડિસ્સી ગેમિંગ મોનિટર્સ રજૂઃ ભારતમાં પ્રથમ ગ્લાસીસ- ફ્રી 3D અને 4K 240Hz OLED

સેમસંગ દ્વારા ઓડિસ્સી ગેમિંગ મોનિટર્સ રજૂઃ ભારતમાં પ્રથમ ગ્લાસીસ- ફ્રી 3D અને 4K 240Hz OLED
સેમસંગ 2025 ઓડિસ્સી લાઈન-અપ થકી ભારતમાં વૈશ્વિક પ્રથમ ઈનોવેશન્સ લાવી, જેમાં ક્રાંતિકારી ગ્લાસીસ- ફ્રી ઓડિસ્સી 3D, ઉદ્યોગમાં પ્રથમ 4K 240Hz ઓડિસ્સી OLED G8, અને અલ્ટ્રા- ઈમર્સિવ કર્વ્ડ ઓડિસ્સી G9નો સમાવેશ થાય છે.
ઓડિસ્સી 3D આધુનિક આઈ- ટ્રેકિંગ ટેકનોલોજી અને AI-પાવર્ડ વિડિયો કન્વર્ઝન સાથે ગ્લાસીસ- ફ્રી 3D ગેમિંગ અનુભવ પ્રદાન કરે છે, જ્યારે ઓડિસ્સી OLED G8 240Hz રિફ્રેશ રેટ અને VESA ડિસ્પ્લે HDR™ ટ્રુબ્લેક 400 સર્ટિફિકેશન સાથે 4K OLED ડિસ્પ્લેને ઉત્તમ બનાવે છે.
ઓડિસ્સી G9 49” ડ્યુઅલ QHD ડિસ્પ્લે, VESA ડિસ્પ્લે HDR 600 સર્ટિફિકેશન અને પિક્ચર- બાય- પિક્ચર અને પિક્ચર- ઈન- પિક્ચર મોડ્સ જેવા મલ્ટીટાસ્કિંગ ફીચર્સ સાથે બેજોડ અલ્ટ્રા- વાઈડ અનુભવ પ્રદાન કરે છે.
ગુરુગ્રામ, ભારત, 11 એપ્રિલ, 2025: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે ઓડિસ્સી ગેમિંગ મોનિટર્સની 2025ની લાઈન-અપની ઉપલબ્ધતાની ઘોષણા કરવામાં આવી છે, જેમાં ક્રાંતિકારી ગ્લાસીસ- ફ્રી ઓડિસ્સી 3D, ઉદ્યોગની પ્રથમ 4K 240Hz ઓડિસ્સી OLED G8 અને અલ્ટ્રા- ઈમર્સિવ કર્વ્ડ ઓડિસ્સી G9નો સમાવેશ થાય છે.
રોમાંચ અને દેખાવને નવી ઊંચાઈએ લઈ જવા માટે ઘડવામાં આવેલાં આ મોનિટર્સ ઉત્કૃષ્ટ વિઝ્યુઅલ ફિડેલિટીની જરૂર હોય તેવા ગેમર્સ, કન્ટેન્ટ ક્રિયેટર્સ અને પ્રોફેશનલોને પહોંચી વળે છે. નવું 27” ઓડિસ્સી 3D (G90XF મોડેલ)તેના પથદર્શક ગ્લાસીસ- ફ્રી3D ગેમિંગ અનુભવ સાથે ભારતીય બજાર માટે પરિવર્તનકારી છે.
27” અને 32”ના આકારમાં ઉપલબ્ધ ઓડિસ્સી OLED G8 (G81SF મોડેલ) દ્વારા 240Hz રિફ્રેશ રેટ સાથેના દુનિયાના પ્રથમ 4K OLED મોનિટર તરીકે ઉદ્યોગમાં નવું સીમાચિહન સ્થાપિત કર્યું છે. ઓડિસ્સી G9 (G91F મોડેલ) 49” ડ્યુઅલ QHD અને 1000R કર્વ્ડ સ્ક્રીન સાથે બેજોડ અલ્ટ્રા- વાઈડ અનુભવ પ્રદાન કરીને ખાસ કરીને 32:9 અથવા 21:9 ગેમ્સ રમનારને ઉચ્ચ ગુણવત્તાના વિઝ્યુઅલ્સ આપે છે.
“સેમસંગમાં અમે અત્યાધુનિક ડિસ્પ્લે ટેકનોલોજીની વ્યાપ્તિ વધારવા માટે કટિબદ્ધ રહ્યા છીએ, જેથી વિશ્વ કક્ષાનું ઈનોવેશન ભારતીય ગ્રાહકોને પહોંચક્ષમ બની શકે. ઈનોવેટિવ ઓડિસ્સી 3D, ઓડિસ્સી OLED G8, અને ઓડિસ્સી G9 મોનિટર્સ રજૂ કરીને અમે ભારતમાં વૈશ્વિક પ્રથમ લાવવા સાથે ગેમર્સ રોમાંચક, સ્પીડ અને વિઝ્યુઅલ ઉત્કૃષ્ટતા બનાવવાની રીતને પણ નવી ઊંચાઈએ લઈ જઈએ છીએ,’’ એમ સેમસંગ ઈન્ડિયાના એન્ટરપ્રાઈઝ બિઝનેસના વાઈસ પ્રેસિડેન્ટ પુનીત સેઠીએ જણાવ્યું હતું.
ઓડિસ્સી 3D: ભારતનું પ્રથમ ગ્લાસીસ- ફ્રી 3D ગેમિંગ મોનિટર
આધુનિક આઈ- ટ્રેકિંગ ટેકનોલોજી અને વ્યુ મેપિંગ અલ્ગોરીધમ્સની વિશિષ્ટતા સાથે તે હાઈ- ડેફિનિશન, અદભુત 3D વિઝ્યુઅલ્સ પ્રદાન કરે છે, જે ગેમ્સ અને વિડિયો કન્ટેન્ટને વધુ જીવંત બનાવે છે. રિયાલિટી હબ એપ વિડિયો કન્ટેન્ટ ડિટેક્ટ કરે છે અને તેને 3Dમાં ચલાવવાની પસંદગી આપે છે.
સેમસંગે આ નેક્સ્ટ- જન 3D ટેકનોલોજી મહત્તમ બનાવવા ધ ફર્સ્ટ બર્સેરકરઃ ખઝાન માટે નેક્સોન સહિત મુખ્ય વૈશ્વિક ગેમ ડેવલપર્સ સાથે સક્રિય રીતે જોડાણ કર્યું છે.
ગેમિંગની પાર ઓડિસ્સી 3Dમાં AI-પાવર્ડ વિડિયો કન્વર્ઝન છે, જે સ્ટાન્ડર્ડ કન્ટેન્ટને લગભગ બધી કન્ટેન્ટમાં નવી ઊર્જા ભરીને 3Dમાં પરિવર્તિત કરે છે. 165Hz રિફ્રેશ રેટ, 1ms પ્રતિસાદ સમય, AMD FreeSync™ સપોર્ટસાથે ઓડિસ્સી 3D સ્મૂધ, લેગ-ફ્રી ગેમપ્લેની ખાતરી રાખે છે. સ્પાશિયલ ઓડિયો (બિલ્ટ-ઈન સ્પીકર્સ) અને એજ લાઈટિંગ ફીચર ગેમિંગ અનુભવને બહેતર બનાવતાં ગેમ્સને સ્ક્રીનની બહાર અને તમારી દુનિયામાં લાવે છે.
ઓડિસ્સી OLED G8: ઉદ્યોગ- પ્રથમ 4K 240Hz OLED ગેમિંગ મોનિટર
ક્વેન્ટમ ડોટ ટેકનોલોજી દ્વારા પાવર્ડ ઓડિસ્સી OLED G8 બહેતર કલર્સ, ડીપ કોન્ટ્રાસ્ટ અને ઉત્કૃષ્ટ વ્યુઈંગ એન્ગલ્સ પ્રદાન કરે છે. VESA ડિસ્પ્લે HDR™ ટ્રુબ્લેક 400 સર્ટિફિકેશન લગભગ નિશ્ચિત કોન્ટ્રાસ્ટની ખાતરી રાખીને વાઈબ્રન્ટ કલર્સ પોપને 250 nitsની લાક્ષણિક બ્રાઈટનેસ લેવલ્સ બનાવે છે. સેમસંગની પ્રોપ્રાઈટરી OLED સેફગાર્ડ+ અને ડાયનેમિક કૂલિંગ સિસ્ટમ સ્ક્રીનનું દીર્ઘાયુષ્ય વધારવા સાથે પહેલી જ વાર મોનિટર કરવા માટે પલ્સેટિંગ હીટ પાઈપ લાગુ કરીને બર્ન-ઈન નિવારવા માટે સ્ક્રીનનું ટેમ્પરેચર અસરકારક રીતે ઠંડું કરે છે.
ગ્લેર- ફ્રી ટેકનોલોજી અંડરરાઈટર્સ લેબોરેટરીઝ (યુએલ) દ્વારા સર્ટિફાઈડ હોઈ સ્ક્રીન વિચલિત મુક્ત ગેમિંગ માટે 56% ઓછું ગ્લોસી બનાવે છે. 240Hz રિફ્રેશ રેટ અને 0.03ms પ્રતિસાદ સમય સાથે ઓડિસ્સી OLED G8 વ્યુઈંગ અનુભવને સ્મૂધ બનાવીને લેગ ટાઈમ નાબૂદ કરે છે અને અત્યંત સ્મૂધ એકશન સાથે ગેમ-પ્લે રોચક બનાવવા માટે મોશન બ્લરની ખાતરી રાખે છે.
ઓડિસ્સી OLED G8 તેની સ્લિમ મેટલ બોડી, કોર લાઈટિંગ+ અને એર્ગોનોમિક સ્ટેન્ડ સાથે કોઈ પણ ગેમિંગ સ્ટેશનને અપગ્રેડ કરવા માટે તૈયાર કરાઈ છે.
ઓડિસ્સી G9: અલ્ટ્રાવાઈડ ગેમિંગ રિવોલ્યુશનને વિસ્તારે છે
VESA ડિસ્પ્લે HDR 600 અને HDR10+ ગેમિંગ સાથે સર્ટિફાઈડ ઓડિસ્સી G9 બ્રાઈટનેસ, કોન્ટ્રાસ્ટ અને વૈવિધ્યપૂર્ણ, ડાયનેમિક વિઝ્યુઅલ્સ માટે કલર રેન્જ બહેતર બનાવે છે.
144Hz રિફ્રેશ રેટ, 1ms પ્રતિસાદ સમય અને AMD FreeSync પ્રીમિયમ સાથે ઓડિસ્સી G9 ટિયરિંગ અને સ્ટુટરિંગથી મુક્ત આસાન ગેમપ્લેની ખાતરી રાખે છે.
આટલું જ નહીં, મલ્ટીટાસ્કિંગ પિક્ચર- બાય- પિક્ચર અને પિક્ચર- ઈન- પિક્ચર મોડ્સ સાથે આસાન બનાવાયું છે, જેથી ઉપભોક્તાઓ સાગમટે ઘણા બધા સ્રોતોમાંથી કન્ટેન્ટ જોઈ શકે છે. ઓટો સોર્સ સ્વિચ+ ફીચક કનેકટેડ ડિવાઈસીસ તુરંત ડિટેક્ટ અને ડિસ્પ્લે કરીને અનુભવને વધુ પ્રવાહરેખામાં લાવે છે.