જુઓ અદાણીના નાણા વર્ષ-25ના નવ માસિક પરિણામ

જુઓ અદાણીના નાણા વર્ષ-25ના નવ માસિક પરિણામ
અદાણી ગ્રીન એનર્જીએ વાર્ષિક ધોરણે રુ.6,366 કરોડ EBITDAમાં 18% ના વધારા સાથે નાણા વર્ષ-25 ના નવ માસિક પરિણામો જાહેર કર્યા
વાર્ષિક ધોરણે કાર્યરત રિન્યુએબલ્સ એનર્જી ક્ષમતા 37% વધીને ભારતની સૌથી વિરાટ 11.6 GW થઈ: CY24 માં રાષ્ટ્રવ્યાપી યુટિલિટી-સ્કેલ સોલર અને 12% પવન સ્થાપનોમાં 15%નો ફાળો આપ્યો
અમદાવાદ, 23 જાન્યુઆરી 2025: ભારતની સૌથી મોટી અને સૌથી ઝડપથી વિકસતી પ્યોર-પ્લે રિન્યુએબલ એનર્જી (RE) કંપની અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL) એ 31 ડિસેમ્બર 2024ના રોજ સમાપ્ત થયેલા સમયગાળા માટે નોંધપાત્ર વૃદ્ધિ અને ઓપરેશનલ શ્રેષ્ઠતા દર્શાવતા નાણાકીય પરિણામો જાહેર કર્યા છે.
અદાણી ગ્રીન એનર્જી લિ.ના સી.ઇ.ઓ. અમિત સિંઘે જણાવ્યું કે ટ્રાન્સમિશનના સમયબધ્ધ આયોજનની સહાયથી કંપની ગુજરાતના ખાવડામાં વિશ્વનો સૌથી મોટા RE પ્લાન્ટ ઉપરાંત રાજસ્થાન અને અન્ય સ્થળોએ મોટા પાયે પ્લાન્ટ વિકસાવી રહી છે અને વર્તમાન અને ભાવિ નિયમનકારી અનુપાલનને પહોંચી વળવા અમે માંગ અને પુરવઠાના સેતુને અપગ્રેડ કર્યો છે. તેમણે માહિતી આપતા કહ્યું કે વિવિધ ટેન્ડરોમાં ભાગ લઈને PPA પાઇપલાઇનના નિર્માણમાં કંપનીએ નોંધપાત્ર પ્રગતિ કરી છે. અમે અપડેટ કરેલી વ્યૂહરચનાના પરિણામરુપે છેલ્લા કેટલાક ત્રિમાસિક ગાળામાં ખર્ચમાં થયેલા નોંધપાત્ર ઘટાડાને જોતા અમે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ (BESS)નો મોટા પાયે સમાવેશ કર્યો છે. આ સિસ્ટમ પ્રમાણમાં ઝડપથી તૈનાત કરી શકવા સાથે તે ગ્રીડ એકીકરણમાં નિર્ણાયક બની રહેશે અને રિન્યુએબલની ઝડપી વૃદ્ધિને ટેકો આપશે.અમારા હાલના સૌર, પવન અને હાઇડ્રો પમ્પ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ્સનું તે પૂરક બળ બની રહેશે. કંપનીએ મૂડીના વૈવિધ્યસભર પૂલ સાથે મજબૂત કેપિટલ મેનેજમેન્ટ પ્રોગ્રામ દ્વારા સમર્થિત તેના તમામ પ્રકલ્પો માટે ધિરાણની વ્યવસ્થા અગાઉથી પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરી રહ્યા છીએ, એમ તેમણે કહ્યું હતું.
અમારા ભાગીદારો અદાણી ઈન્ફ્રા ઈન્ડિયા લિ. (AIIL) તરફથી પ્રોજેક્ટ વ્યવસ્થાપન, અમલીકરણ અને તેની ખાતરી સાથે AGELએ આગોતરા સ્ત્રોતોનું આયોજન, એન્જિનિયરિંગ અને સપ્લાય ચેઈન મેનેજમેન્ટ દ્વારા સમર્થિત તેની ગ્રીનફિલ્ડ ક્ષમતાઓને સતત વિસ્તારી છે.
વાર્ષિક ધોરણે પ્રભાવશાળી ગ્રીનફિલ્ડ 37% ઉમેરા દ્વારા કામકાજની ક્ષમતા સાથે 11,609 મેગાવોટ સુધી વિસ્તૃત કરવામાં આવી છે, જેમાં ખાવડામાં 2,113 મેગાવોટ સૌર ક્ષમતા અને 312 મેગાવોટ પવન ક્ષમતા, રાજસ્થાનમાં 580 મેગાવોટ સૌર ક્ષમતા અને ગુજરાતમાં 126 મેગાવોટ પવન ઉર્જાની ક્ષમતાનો સમાવેશ થાય છે. ક્ષમતામાં મજબૂત વધારા અને સંગીન કામગીરીને કારણે વાર્ષિક ધોરણે ઉર્જાના વેચાણમાં: 23% વધારો નોંધાયો છે
અમારા O&M ભાગીદાર અદાણી ઇન્ફ્રા મેનેજમેન્ટ સર્વિસીઝ પ્રા.લિ.ના સહયોગથી મશીન લર્નિંગ અને આર્ટીફિશ્યલ ઇન્ટેલિજન્સ દ્વારા સોફિસ્ટીકેટેડ ડેટા એનાલિટિક્સ AGEL ની કામગીરી અને જાળવણીને આસાન બનાવે છે. વીજ ખરીદી કરારો હેઠળ એકંદર વાર્ષિક પ્રતિબદ્ધતા કરતાં AGEL એ વધુ વીજળીનું સતત ઉત્પાદન કર્યું છે. નાણા વર્ષ-24 માં AGELનું PPA આધારિત વીજળી ઉત્પાદન વાર્ષિક પ્રતિબદ્ધતાના 111% હતું. નાણા વર્ષ-25ના નવ માસમાં, અદાણી ગ્રીન એનર્જી પહેલેથી જ વાર્ષિક પ્રતિબદ્ધતાના 80% ઉત્પન્ન કરી ચૂકી છે.
સમગ્ર દેશમાં રિન્યુએબલ પ્રકલ્પોના વાસ્તવિક સમયના મોનિટરીંગ માટે અદ્યતન એનર્જી નેટવર્ક ઓપરેશન સેન્ટર મારફત AGELકામકાજ અને જાળવણી કરે છે. આનાથી જેના પરિણામે વધુ વીજળી ઉત્પન્ન થાય છે તે પ્લાન્ટની સતત ઉંચી ઉપલબ્ધતા જ સક્ષમ બની નથી પરંતુ કામકાજ અને જાળવણીના ખર્ચમાં પણ ઘટાડો થવાના પરિણામે ઇન્ડસ્ટ્રી પ્રેરીત EBITDA માર્જીન 92.0% રહ્યો છે.
ગુજરાતમાં ખાવડા ખાતે વિકસી રહેલા વિશ્વના સૌથી મહાકાય 30 GW નો રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ વૈશ્વિક બેન્ચમાર્ક સેટ કરશે. 12,000 થી વધુ કર્મચારીઓના અથાક પ્રયત્નોની ફળશ્રુતિરુપ ખાવડા માટે ટ્રાન્સમિશન ટેન્ડરિંગના ચાર તબક્કા પૂરા થયા છે અને પાંચમો તબક્કો પ્રગતિમાં છે.
વૈશ્વિક સોલાર મોડ્યુલ સપ્લાયર્સ સાથે લાંબા ગાળાના સંબંધો અને અદાણી પોર્ટફોલિયો અંતર્ગત સુદ્રઢ સંકલિત સપ્લાય ચેઈન ઉપરાંત, અમે સૌર ક્ષમતા વધારાને વેગ આપવા માટે ALMM સુસંગત સોલાર મોડ્યુલ્સ માટે વધુ સપ્લાયર્સ સાથે અમારો સહયોગ વિસ્તાર્યો છે. 2029 સુધીમાં ખાવડામાં 30 GW RE ક્ષમતા હાંસલ કરવા માટે અને વિશાળ પાયે અમલીકરણની ઝડપ માટે ખાવડા પ્લાન્ટ બેન્ચમાર્ક સ્થાપિત કરશે.