પ્રાદેશિક સમાચાર

બંદિશ ક્લબ દ્વારા “સિતારોં કી મહેફિલ” કાર્યક્રમનું આયોજન કરાયું

ડૉ. મિતાલી નાગ એ ઇન્ટરનેશનલ વર્સટાઇલ સિંગર છે અને અવારનવાર અનેક સંગીત કાર્યક્રમોનું આયોજન કરે છે. 25મી મે, 2024- શનિવારના રોજ અમદાવાદમાં ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે બંદિશ ક્લબ દ્વારા “સિતારોં કી મહેફિલ” કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ડૉ. મિતાલી નાગ બંદિશ કલબના ફાઉન્ડર છે આ ક્લબ સિંગિંગ શીખવા ઇચ્છુક લોકોને પ્લેટફોર્મ પૂરું પાડે છે અને તેમની પ્રતિભા બહાર લાવવામાં તેમને મદદ પણ કરે છે.

આયોજિત કાર્યક્રમની થીમ ડ્યુએટ હતી અને આ સંગીત કાર્યક્રમમાં  રાઇફલ કલબના જનરલ સેક્રેટરી મનીષભાઈ પટેલ ઉપરાંત પૂર્વ મેયર બિજલબેન પટેલ તથા મ્યુનિસિપલ કાઉન્સિલર આશાબેન બ્રહ્મભટ્ટ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યાં હતા અને કાર્યક્રમની શોભા વધારી હતી.

“સિતારોં કી મહેફિલ” કાર્યક્રમમાં ડૉ. મિતાલી નાગ ઉપરાંત સેલિબ્રિટી સિંગર તરીકે દેવાંગી બ્રહ્મભટ્ટ, દિપાલી શાસ્ત્રી તથા અક્ષય તમાયચે એ પોતાના અવાજ નો જાદુ પાથર્યો હતો તથા બંદીશ ના સભ્યો ભદ્રેશ ત્રિવેદી, દિપક માથુર, નઈમ તિરમીઝી, દિપક મિશ્રા, દિવ્યાંગ પટેલ, રાજ ગઢવી, ક્ષીતિજ વોરા, વિકાસ મંડલોઈ, નિશાંત સિંહ, સવિતા માથુર, ડૉ. રાજેન ઉદાણી, ડૉ. શ્રુતિ દેસાઈ, સંકેત કુમાર, જયપ્રકાશ સવાણી, નયન મેહતા, શાલિની છાજેર, હેમા પટેલ, વિમલ ત્રિવેદી, જાગૃતિ દોશી, અનિલ માથુર, ખંજન શાહ, રીટા જાધવ, સ્વીટી દલવાડી, દીપા શાહ, ડૉ. કાશ્મીરા રાજગોર, હેલી ઠક્કર, જનકબેન ભાલાની, જયેશ દવે , નીતુ એન જુનેજા, રાજેશ શાહ, સુરેશ ઉમરાલિયા, સેજલ પટેલ, રિકેન શેઠિયા અને સુરેખા દેસાઈ વગેરે જેવાં ટેલેન્ટેડ સિંગરોની અદ્ભૂત ગાયકી દ્વારા પ્રેક્ષકો મંત્રમુગ્ધ બન્યા હતા. કુલદીપ પથિક ની ઓર્કેસ્ટ્રાએ આ કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.  આ સમગ્ર કાર્યક્રમના એન્કર તરીકેની કામગીરી ઝીશાન અબ્બાસીએ સંભાળી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button