RTO-સુરત દ્વારા નેશનલ સેફટી મંથ અંતર્ગત વાહનચાલકોને પતંગના દોરાથી બચાવવા ૨૨,૦૦૦ નેક સેફ્ટી બેલ્ટનું વિનામૂલ્યે વિતરણ કરાયું

સુરત:સોમવાર: સુરત આરટીઓ અને ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટી(DTEWS) દ્વારા નેશનલ સેફ્ટી મંથ અંતર્ગત વાહનચાલકોને પતંગના દોરાથી બચાવવાના હેતુસર તા.૬ થી ૧૫ જાન્યુ. દરમિયાન સુરતના વિવિધ વિસ્તારોમાં કુલ ૨૨,૦૦૦ જેટલા નેક સેફ્ટી બેલ્ટનું વિનામૂલ્યે વિતરણ કરાયું હતું. આરટીઓ કચેરીના AIMVશ્રી તેમજ પોલીસ વિભાગના ઇન્સ્પેકટરો, કર્મચારીઓ, સમાજ અગ્રણીઓના સહયોગથી રોડ સેફ્ટી બેલ્ટ વિતરણ કરાયા હતા.
આ અભિયાનમાં સુરત આરટીઓ કચેરીના રોડ સેફ્ટી નોડલ અધિકારી કે.બી.પટેલ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી અને સિનિયર સિવિલ જજ, કલરટેક્સ-પાંડેસરા, ધી સોસાયટી ઓફ ફિઝિકલ હેહેન્ડીકેપ, પેરા સ્પોર્ટ્સ એસો.ના પ્રમુખ મહેશભાઈ શાહ અને આનંદભાઈ શાહ તેમજ ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસા.ના પ્રમુખ બ્રિજેશ વર્મા, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ, અકસ્માત નિવારણ કેન્દ્રના રાજુભાઈ ઠકકર અને બેલા સોની, સલાબતપૂરા પોલીસ સ્ટે. સહિત વિવિધ પો.સ્ટેશનો અને ટ્રાફિક વિભાગ તેમજ DTEWS કમિટી અને આરટીઓ ટીમના સભ્યોએ અભિયાનમાં વધુને વધુ લોકો જાગૃત્ત બને, નેક સેફટી બેલ્ટનો ઉપયોગ કરે એ માટે જહેમત ઉઠાવી હતી.