ઓટોમોબાઇલ્સ

સેમસંગ આરએન્ડડી ઈન્સ્ટિટ્યૂટ, બેન્ગલોર દ્વારા અત્યાધુનિક લિન્ગ્વિસ્ટિક્સ લેબ સ્થાપવામાં આવી

 

સેમસંગ આરએન્ડડી ઈન્સ્ટિટ્યૂટ, બેન્ગલોર દ્વારા ગાર્ડન સિટી યુનિવર્સિટી, બેન્ગલોર સાથે સંયુક્ત રીતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ પર કેન્દ્રિત અત્યાધુનિક લિન્ગ્વિસ્ટિક્સ લેબ સ્થાપવામાં આવી
લેબ ભાવિ પેઢી અને જન ઝેડના વિદ્યાર્થીઓને ઊભરતા ટેક ક્ષેત્રો પર સેમસંગ સાથે જોડાણ કરવાની અને અસલ દુનિયાની સમસ્યા માટે સમાધાન શોધવા આકર્ષક તક આપે છે.
સેમસંગ આરએન્ડડી ઈન્સ્ટિટ્યૂટ ઈન્ડિયા- બેન્ગલોર ખાતે એન્જિનિયરો વિદ્યાર્થીઓને ઉદ્યોગ માટે સુસજ્જ કરવા મેન્ટર કરશે.

બેન્ગલુરુ, 30 ઓક્ટોબર, 2024- સેમસંગ આરએન્ડડી ઈન્સ્ટિટ્યૂટ ઈન્ડિયા- બેન્ગલોર (એસઆરઆઈ- બી) દ્વારા સેમસંગ સ્ટુડન્ટ ઈકોસિસ્ટમ ફોર એન્જિનિયર્ડ ડેટા સીડ) લેબ સ્તાપવા માટે ગાર્ડન સિટી યુનિવર્સિટી (જીસીયુ) બેન્ગલોર સાથે જોડાણ કરવામાં આવ્યું છે, જે વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીને એઆઈ / એમએલ અને ડેટા એન્જિનિયરિંગની દુનિયામાં પ્રવેશ કરવા માટે રોમાંચક તક આપે છે.

લેબમાં જીસીયુના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોને નૈસર્ગિક ભાષાની સમજદારી, વક્તવ્ય અને લખાણ ઓળખ અને મશીન લર્નિંગ જેવાં ઊભરતાં અત્યાધુનિક ક્ષેત્રો પર એસઆરઆઈ- બી ખાતે સિનિયર એન્જિનિયરો થકી જોઈન્ટ પ્રોજેક્ટ્સ થકી હાથોહાથનો અનુભવ કરવા મળશે.

સેમસંગ ચાર સીડ લેબ્સ રજૂ કરી ચૂકી છે, જેમાં કર્ણાટક અને તામિલનાડુ (વીઆઈટી વેલ્લોર અને વીઆઈટી- ચેન્નાઈ)માં પ્રત્યેકી બેનો સમાવેશ થાય છે, જ્યાં એઆઈ અને ડેટા સંબંધી પ્રોજેક્ટોમાં 400થી વધુ વિદ્યાર્થીઓ સહભાગી થયા છે.

“આપણે ટેકનોલોજી ઝડપથી ઉત્ક્રાંતિ પામી રહી છે એવા તબક્કામાં છીએ. અમે સ્થાનિક ઈકોસિસ્ટમ સાથે જોડાણ કર્યું છે, જ્યાં અમે ભારતીય એન્જિનિયરો અને લિન્ગ્વિસ્ટોની પ્રતિભા અને કુશળતા વિકાસવવા ભાર આપીએ છીએ, જે સાથે તેમને ઉદ્યોગ માટે તૈયાર કરીએ છીએ અને ભવિષ્યના પરિવર્તનકારી પણ બનાવીએ છીએ. ગાર્ડન સિટી યુનિવર્સિટી સાથે અમારી વ્યૂહાત્મક ભાગીદારી અમારા પ્રયાસોને વધુ બળ આપશે અને ભારત માટે નાવીન્યપૂર્ણ પ્રોડક્ટો નિર્માણ કરવાની નવી તકોની ખોજ કરશે,’’ એમ એસઆરઆઈ- બીના ચીફ ટેકનોલોજી ઓફિસર મોહન રાવ ગોલીએ જણાવ્યું હતું.

જીસીયુ ખાતે ડેટા માટે પરિપૂર્ણ પાઈપલાઈન નિર્માણ કરીને લેબ એઆઈ અને મલ્ટી- લિંગ્વલ, ડેટા- સેન્ટ્રિક પ્રોજેક્ટોનો અમલ કરવા માટે લિન્ગ્વિસ્ટોની ક્ષમતાઓનો લાભ લેવા માગે છે, જેમાં વૈશ્વિક ભાષામાં ટેક્સ્ટ / સ્પીચ ડેટા, એન્જિનિયરિંગ (ક્યુરેશન, લેબલિંગ અને વધુ), ડેટા મેનેજમેન્ટ અને આર્કાઈવલનો સમાવેશ થાય છે.

“ઉદ્યોગો સાથે જોડાણ ભવિષ્યના ઈનોવેટર્સ અને કાર્યબળ નિર્માણ કરવા યુનિવર્સિટીઓ માટે મહત્ત્વપૂર્ણ છે. અમારી સેમસંગ સાથે સીડ (સ્ટુડન્ટ ઈકોસિસ્ટમ ફોર એન્જિનિયર્ડ ડેટા) પ્રકોગ્રામ થકી સેમસંગ સાથે ભાગીદારી ગાર્ડન સિટી યુનિવર્સિટીની ખૂબી સાથે ઉત્તમ સુમેળ સાધે છે. મને વિશ્વાસ છે કે આ જોડાણ અમારા વિદ્યાર્થીઓને લાભ આપવા સાથે સેમસંગના ઉદ્યોગ- શૈક્ષણિક જગતના સંબંધો વધુ મજબૂત બનાવશે. આ બંને બાજુ માટે નોંધપાત્ર પગલં છે,’’ એમ ગાર્ડન સિટી યુનિવર્સિટીના ચાન્સેલર ડો. જોસેફ વી. જી.એ જણાવ્યું હતું.

સીડ લેબ એસઆરઆઈ- બી અને જીસીયુની વચ્ચે 5 વર્ષ માટે એકત્રિત પહેલ છે, જે 1500 ચો.ફૂટના આરંભિક તબક્કામાં ફેલાયેલી છે, જે લેબ ડેટાસેટ્સ ઊપજાવવા સેમસંગ સાથે જોડાણ કરવા વિદ્યાર્થીઓ માટે અત્યાધુનિક માળખાકીય સુવિધાથી સુસજ્જ છે. લેબ મોટે પાયે ડેટા સંગ્રહ, પ્રક્રિયા અને આર્કાઈવ કરવા માટે મજબૂત બેકએન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવે છે અને આશરે 30 લોકોને સમાવી શકે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button