રાજનીતિ

વેસુ વિસ્તારની સગર્ભા મહિલાએ મતદાન કરીને લોકશાહીની પવિત્ર ફરજ અદા કરી

 

વેસુ વિસ્તારની સગર્ભા મહિલાએ મતદાન કરીને લોકશાહીની પવિત્ર ફરજ અદા કરી

સુરતઃમંગળવારઃ લોકસભાની સામાન્ય ચુંટણી-૨૦૨૪ના મહાપર્વ નિમિત્તે આજરોજ વહેલી સવારથી જ સુરત શહેરમાં સુરતીઓએ મતદાન માટે લાઇનો લગાવી હતી. વેસુ વિસ્તારમાં આવેલી એસ.ડી.જૈન મોર્ડન ઈન્ટરનેશન સ્કુલ ખાતે નવસારી સંસદીય મતવિસ્તારમાં આવેલી ચોર્યાસી વિધાનસભા બેઠકમાં મતદાન મથકમાં મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. ૩૦ વર્ષીય સગર્ભા મહિલા સ્વાતિ મોદીએ મતદાન કરીને કહ્યું કે, હું દર ચુંટણીમાં મતદાન કરૂ છું. સ્વાતીબેનની છ માસની સગર્ભાવસ્થા હોવા છતાં પરિવાર સાથે મતદાન કરવા આવ્યા હતા. તેમણે કહ્યું કે, અસહ્ય ગરમી હોવા છતાં પણ ગાયનેક તબીબની સલાહ મુજબ જરૂરી કાળજી લઈને મતદાન કરવા પહોંચી છું, જેથી લોકશાહીમાં મતદાનના લ્હાવાને હું ગુમાવવા માંગતી ન હતી એમ જણાવી લોકશાહીના અવસરમાં સહભાગી બની શકી એ બદલ ગર્વની લાગણી વ્યકત કરી હતી. તેમણે લોકોને અચૂક અને મહત્તમ મતદાન કરવાની અપીલ કરી હતી.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button