માતા અને બાળકની તંદુરસ્તી સાથે પોષકતત્વોના સ્તરમાં સુધારો કરતી મુખ્યમંત્રી પોષણ સુધા યોજના
વિકસિત ભારત સંકલ્પયાત્રા-સુરત

સુરતઃશુક્રવાર: વિકસિત સંકલ્પ યાત્રાનો રથ ગામે ગામ પરિભ્રમણ કરીને છેવાડાના માનવી સુધી યોજનાના લાભો પહોચાડી રહ્યો છે ત્યારે માંડવી તાલુકાના ઈસર ગામના ૪ માસના સગર્ભા પરિશમાબેન ચૌધરી માટે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અને દૂધ સંજીવની યોજના બની ઉપકારક બની છે. પરિશમાબેને ‘મેરી કહાની, મેરી જુબાની’ આપતા જણાવ્યુ હતું કે, ‘મુખ્યમંત્રી પોષણ સુધા યોજના’ વિશે ઈસરની આંગણવાડી-૧ની બહેનો પાસેથી જાણકારી મળી હતી. જ્યારે હું ૨ મહિનાની સગર્ભા હતી, ત્યારે આંગણવાડીના બહેનોએ મારૂ નામ ‘મુખ્યમંત્રી પોષણ સુધા યોજના’માં નોંધ્યું છે. આ યોજના હેઠળ આંગણવાડી બહેનો દ્વારા તૈયાર કરવામાં આવતું પૌષ્ટિક ભોજન આરોગું છું. અઠવાડિયાના સાતે દિવસ વાનગીનું મેનુ અલગ-અલગ હોય છે. અમે દરરોજ આંગણવાડીમાં હાજર રહીએ છીએ અને તમામ સગર્ભા મહિલાઓ સાથે ભોજન કરીએ છીએ. અઠવાડિયા દરમિયાન પરોઠા, દાળ-ભાત, હલવો, સુખડી વગેરે જેવા પૌષ્ટિક વ્યંજનો આપવામાં આવે છે.
પરિશમાબેન વધુમાં જણાવે છે કે, મુખ્યમંત્રી દૂધ સંજીવની યોજના થકી મારી ત્રણ વર્ષીય પુત્રીને પણ આંગણવાડી બહેનો દ્વારા દૂધ પીવા માટે આપવામાં આવે છે. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ મને દર મહિને ચાર પૌષ્ટિક ફૂડ પેકેટ મળે છે, એમાંથી હું વિવિધ પ્રકારની વાનગીઓ બનાવીને નિયમિત આહાર લઉ છું. જેમ કે હલવો, ઢોકળા, થેપલા સહિત દૂધ સંજીવની યોજના થકી મને અઠવાડિયામાં બે વાર નિયમિતપણે દૂધ મળે છે. આ યોજના સાચા અર્થમાં મારા માટે જીવનરક્ષક સાબિત થઈ રહી છે તે બદલ થઈ હોવાનું તેઓ જણાવે છે.