ગુજરાત

ડર્મીકૂલ પ્રિક્લી હીટ ટૅલ્ક દ્વારા ભારતના 35 સ્થાનો પર યાત્રીઓ માટે ઓવરહેટ ટ્રેફિક સિગ્નલ શેડ્સની ગિફ્ટ આપવામાં આવી

ડર્મીકૂલ પ્રિક્લી હીટ ટૅલ્ક દ્વારા ભારતના 35 સ્થાનો પર યાત્રીઓ માટે ઓવરહેટ ટ્રેફિક સિગ્નલ શેડ્સની ગિફ્ટ આપવામાં આવી

જેનાથી ગરમીઓમાં “બળબળતી ગરમી”ના ભીષણ પ્રહારથી આવશ્યક રાહત મળશે

ગીતા નગર ક્રોસિંગ પર ઓવરહેડ ટ્રેફિક શેડની સાથે સૂરતે ઉનાળામાં રાહતનો શ્વાસ લીધો

શું તમે રોજ સફર કરો છો? જો તમારો જવાબ હા હોય તો આ બળ-બળતી ગરમીમાં ટ્રેફિક સિગ્નલ પર લાંબા સમય સુધી રોકાઇ રહેવામાં તમે પરેશાન તો થતા જ હશો. દિવસમાં તપતી ગરમી તો તમે સહન કરો જ છો તેની સાથે આકરો તડકો, પરસેવો, શરીરની દુર્ગંધ અને અળાઈઓને લીધે થતી ખંજવાળ જેવી ગરમીઓની અન્ય સમસ્યાઓનો પણ તમારે સામનો કરવો પડે છે.

ડર્મીકૂલ, ઈમામી લિમિટેડ પરિવાર તરફથી ભારતનો મુખ્ય પ્રિક્લી હીટ પાવડર અળાઈઓ માટે ડર્મેટોલિજિસ્ટ દ્વારા ભલામણ કરાયેલ એક સમાધાન છે અને તેમાં “લીમડા અને તુલસી”ની બમણી શક્તિ છે. આ વર્ષની ગરમી માટે બ્રાન્ડે સૂરતમાં એક શાનદાર પહેલની શરૂઆત કરી છે. આ પહેલ મારફતે આખા શહેરના મુખ્ય ટ્રેફિક સિગ્નલો પર અસ્થાયી શેડ્સ લગાડવામાં આવ્યાં છે. આનાથી પગપાળા મુસાફરો એટલે કે ખરીદી કરવા નીકળેલા અને ઑફિસ જનારા લોકો, વિદ્યાર્થી, સાઇકલ, ટુ-વ્હીલર અને કાર ચલકોને ગરમીથી રાહત મળશે. આ શેડ્સને ફક્ત એક મહિના માટે જ લગાડવામાં આવે છે છતાં ઉનાળાની ભીષણ “બળ-બળતી ગરમી”થી થોડા સમય માટે જ પણ થોડી રાહત તો મળે છે. આ શેડ્સથી સુર્યનો સીધો પ્રકાશ આંખો પર પડતો નથી અને ડ્રાઇવરોને પણ સ્પષ્ટ દેખાય છે જેથી કરીને સંભવતઃ એક સુરક્ષિત ટ્રાફિક પરિસ્થિતિ પણ તૈયાર થાય છે.

આ પહેલ હેઠળ સૂરતના ગીતા નગર ક્રોસિંગમાં ડર્મીકૂલ ઓવરહેડ ટ્રેફિક સિગ્નલ શેડ્સ લગાડવામાં આવ્યાં છે.

ઉનાળાની આ મૌસમમાં ભારતના કેટલાય રાજ્યોમાં 35 સ્થાનો પર કેટલાય પગલાઓમાં આવી જ પહેલની શરૂઆત કરવામાં આવી છે. આ રાજ્યોમાં સામેલ છે આંધ્ર પ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પંજાબ અને દિલ્લી કે જ્યાં ઉનાળામાં તાપમાન સતત 35 ડિગ્રી સેલ્સિયસથી વધુ જ રહે છે.

આ પહેલની સાથે ગરમીઓને લીધે થતી અસુવિધા અને ત્વચાની સમસ્યાઓને તરત રાહત પ્રદાન કરવા માટે બ્રાન્ડ દ્વારા રસ્તા પર લોકોને ડર્મીકૂલ કૂલિંગ પ્રિક્લી હીટ ટેલ્કના સેમ્પલ પણ આપવામાં આવી રહ્યાં છે.

પાછલા વર્ષની ભીષણ ગરમી દરમિયાન કોલકાતા (પશ્ચિમ બંગાળ) અને કાનપુર (ઉત્તર પ્રદેશ)ના મુખ્ય સ્થાનો પર આ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી. આ પહેલની લોકોએ પ્રશંસા કરી અને તેની સાથે પડકારરૂપ ઉનાળાની મૌસમમાં ઠંડક ભરેલી રાહત પ્રદાન કરવાની બ્રાન્ડની પ્રતિબદ્ધતાને પણ અમે લોકો સામે પ્રકટ કરી છે.
એક અનુમાન અનુસાર 2025ના ઉનાળાની મૌસમમાં, પાછલા વર્ષની સરખામણીમાં હજી વધુ ગરમી પડવાની સંભાવના છે. તેથી ડર્મીકૂલ દ્વારા રાષ્ટ્રીય સ્તર પર 35 સ્થાનોમાં સમર ટ્રેફિક શેડ્સ લગાડીને આ પહેલનો વિસ્તાર કરવામાં આવશે. આનાથી સમાજના કલ્યાણની ભાવના રાખનારા એક બ્રાન્ડ તરીકે ઉનાળાની ભીષણ ગરમીથી ઠંડક ભરી રાહત પ્રદાન કરવાની અમારી પ્રતિબદ્ધતાને ફરી એકવાર બધાની સામે પ્રસ્તુત કરવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
preload imagepreload image