સુરતના ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ ઉમેદવારી ફોર્મ ભરશે

સુરત
સુરતના ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ ઉમેદવારી ફોર્મ ભરશે
ફોર્મ ભરતા પહેલા મુકેશ દલાલે પોતાના ઘરે પ્રેસ કોન્ફરન્સ કરી
મુકેશ દલાલે જણાવ્યું ભગવાનની પૂજા બાદ વિજય મુહૂર્ત છે અને તે મુહૂર્તમાં ફોર્મ ભરાશે
ગણતરીના લોકો જ ઉમેદવારી ફોર્મ ભરવા માટે જોડાશે
તેમને વધુમાં જણાવ્યું કે સમગ્ર દેશ મોદીમય અને રામમય માહોલમાં ફેરવાયો છે
વિકાસના મુદ્દા પર અમે ચૂંટણી લડી રહ્યા છીએ
ભારતીય જનતા પાર્ટીમાં શક્ય બનતું હોય છે કે બુથ કક્ષાનો કાર્યકર પાર્લામેન્ટરી બોર્ડ સુધી પહોંચી શકે છે
મેં વિચાર્યું ન હતું કે મને ટિકિટ મળશે
હું ભાજપની રાષ્ટ્રવાદી વિચારધારા સાથે જોડાયેલો છું
આ ચૂંટણી માત્ર ભાજપ અને નરેન્દ્ર મોદીની કામગીરી પર છે
તેમને કહ્યું કે મેં ચાર લાખ લોકોનો સંપર્ક કર્યો છે હમણાં સુધી
વિધાનસભા પ્રમાણે સમાજના આગેવાનો તેમજ ધર્મગુરુઓને મળ્યું છે
150 કરતાં વધારે મીટીંગ થઈ ચૂકી છે અને કોંગ્રેસનો પ્રચાર ક્યાંય દેખાતો નથી
હું 14 તારીખથી મેદાનમાં છું અને પૂરેપૂરો સમય ચૂંટણી પ્રચાર કરી રહ્યો છું
ઇન્ડિયા ગઠબંધન બાબતે તેમને જણાવ્યું કે ગઠબંધન ની અસર સુરતમાં ક્યાંય દેખાતી નથી
આ એક થાક ટોળકી છે અને તમામ ભ્રષ્ટાચારીઓ આ ઠગ બંધનમાં જોડાયા છે
તેમને વધુમાં કહ્યું કે આવનારા સમયમાં ડાયમંડ ઉદ્યોગ સહિત અન્ય ઇન્ડસ્ટ્રીઝના જે પ્રશ્નો છે તે પ્રશ્નોના પડકાર ઝીલવાની મારી તૈયારી છે